
કોલકત્તા, તા. 12 મે 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે એક ચૂંટણી રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કેન્દ્રીય દળોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેમને આશંકા છે કે ભાજપ અને સંઘના કાર્યકર્તા ચૂંટણી કરાવવા માટે સુરક્ષાદલોની વર્દી પહેરીને રાજ્યમાં પ્રવેશ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, હું કેન્દ્રીય દળોનું અપમાન નથી કરી રહી પરંતુ તેમને મતદાતાઓને પ્રભાવિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની નિયુક્તિ કરવાના નામ પર ભાજપ જબરદસ્તિથી આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓને અહીં મોકલી રહી છે.
તેમણે કહ્યું કે, મને શંકા છે કે આરએસએસના કાર્યકર્તાઓને કેન્દ્રીય દળોની વર્દીમાં પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવી રહ્યાં છે. ઘાટલ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ભારતી ઘોષની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા કેન્દ્રીય દળોના અધિકારીઓના ગોળીબારમાં TMCના એક કાર્યકર્તા ઘાયલ થયા. આજે કેન્દ્રીય દળોએ એક કેન્દ્રમાં ગોળી ચલાવી. મેં સાંભળ્યું છે કે, લઘુમતિ સમુદાય માંથી આવતા મારા એક ભાઇ ઘાયલ થઇ ગયા. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય દળોના કર્મચારીઓ લાઇનમાં ઊભેલા મતદાતાઓને ભગવા પાર્ટીના પક્ષમાં મત આપવાનું કહી રહ્યાં હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PY33sh
via Latest Gujarati News
0 Comments