
(પીટીઆઇ) લંડન, તા.26 મે, 2019, રવિવાર
બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે એ ભારતમાં ફરીથી વડા પ્રધાન બનનાર મોદીને અભિનંદન આપ્યા હતા અને આગામી મહિને જાપાનમાં યોજાનારી જી-૨૦ બેઠક તેમજ ઇંગ્લેન્ડમાં રમાનારા વિશ્વ ક્રિકેટ કપ અંગે ચર્ચા કરી હતી. મોદી સાથેની વાતચીતમાં મેએ ક્હયું હતું કે તેઓ ભારતની લોકશાહી અને તેની પ્રક્રિયાની ખૂબ પ્રશંસા કરે છે, એમ ડાઉનીંગ સ્ટ્રીટના પ્રવકતાએ આજે કહ્યું હતું.
મે એ કન્ઝર્વેટિવ પક્ષના વડા તરીકે રાજીમાનું આપ્યાની જાહેરાત કરી હતી. તેઓ સાતમી જૂને સત્તાવાર રીતે વડા પ્રધાનપદથી છુટા થઇ જશે. પરંતુ તેની પહેલાં તેઓ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યુકેની મુલાકાતમાં હાજર રહેશે. ટ્રમ્પ યુકેની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે.' વડા પ્રધાને ભારતના વડા પ્રધાન મોદી સાથે આજે વાત કરી હતી અને તેમણે મેળવેલી જીત બદલ તેમને અભિનંદન આપ્યા હતા.
બંને નેતાઓ એ કબુલ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી ખૂબ જ અગત્યની હોય છે અને સત્તાવાળાઓએ તેને સારી રીતે પુરી કરવી જોઇએ'એમ પ્રવકતાએ કહ્યું હતું.' બંને નેતાઓએ ઇંગ્લેન્ડમાં રમાનાર વિશ્વ કપ ક્રિકેટ અંગે પણ ચર્ચા કરી હતી જે જૂન અને જુલાઇમાં રમાશે. ઉપરાંત જાપાનમાં યોજાનારી જી-૨૦ ની બેઠક અંગે પણ વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે ક્રિ કેટનો જે ખુમાર છે તેની પણ ચર્ચા કરી હતી'એમ તેમણે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે બંને નેતાઓ ભારત અને બ્રિટનના દ્વીપક્ષીય સબંધો સુધરે અને તેમા વધારો થાય તે માટે સંમંત થયા હતા. ઉલ્લેખનીય છે કે મના રાજીનામા પછી ઓછામાં ઓછા આઠ સાંસદો વડા પ્રધાન બનવાની રેસમાં છે. તેમાં બોરિસ જોનસન સૌથી મોખરે હોવાનું મનાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ke0nWH
via Latest Gujarati News
0 Comments