
(પીટીઆઈ) અગરતલા, તા.26 મે, 2019, રવિવાર
ત્રિપુરામાં શુક્રવારથી વરસી રહેલા વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે ભારે કહેર વર્તાયો છે. આ હોનારતના કારણે રાજ્યના ઓછામાં ઓછા ૭૦૦થી પણ વધારે લોકો બેઘર બન્યા છે.
અધિકૃત વિગતો પ્રમાણે વરસાદ અને વાવાઝોડાના કારણે બેઘર બનેલા ઓછામાં ઓછા ૭૩૯ લોકોએ રાજ્યની રાહત શિબિરોમાં શરણ લીધું છે અને સદનસીબે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રમુખ સરત દાસે જણાવ્યું કે કુદરતી આફતના કારણે રાજ્યના ઉત્તરી ત્રિપુરા, ઉનાકોટી અને ધલાઈ જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. રાજ્ય આપદા અભિયાન કેન્દ્ર(એસઈઓસી)ના અહેવાલ પ્રમાણે રાહત શિબિરોમાં શરણ લેનારા ૭૩૯ લોકોમાંથી ૩૫૮ લોકો ઉનાકોટી જિલ્લાના જ્યારે ૩૮૧ વ્યક્તિ ઉત્તરી ત્રિપુરા જિલ્લાના છે.
ભારે વરસાદના કારણે રાજ્યના ૧,૦૩૯ ઘરોને નુકસાન થયું છે અને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે કુલ ૪૦ હોડીઓને પ્રભાવિત વિસ્તારોમાં લોકોને બચાવવા માટે મોકલી આપી છે. એનડીઆરએફ અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સ પણ રાહત અભિયાનમાં જોડાયા હોવાનું દાસે જણાવ્યું. ઉનાકોટી જિલ્લામાં શનિવારે બપોરે જ મનુ નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર આવી ગયું હતું. હવામાન વિભાગે રવિવારે પણ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડુ ચાલુ રહેશે તેવી આગાહી કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EvQ9gj
via Latest Gujarati News
0 Comments