આંધ્રને વિશેષ દરજ્જા માટે હવે વિનંતી જ થઇ શકે, માંગણી નહી : જગન રેડ્ડી


નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર

વાયએસઆર કોંગ્રેસના ચીફ વાઇએસ જગનમોહન રેડ્ડીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથએ મુલાકાત કરી હતી. જગનમોહન રેડ્ડીની પાર્ટીએ તાજેતરમાં જ આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. વાયએસઆર કોંગ્રેસે વિધનસભામાં ૧૫૧ સીટો મેળવી છે જ્યારે લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ ૨૩ સીટે પર જીત મેળવી છે. 

વડાપ્રધન સાથેની મુલાકાત બાદ તેમણે કહ્યુ હતુ કે, જો એ નડીએને આ લોકસભા ચૂંટણીમાં માત્ર ૨૫૦ સીટ મળી હોત તો તે વાયએસઆર કોંગ્રેસ માટે ખુશીની વાત હોત. કેમકે જો આવુ થયુ હોત તો અમે આંધ્રને વિશેષ દરજ્જાની શરત સાથે એનડીએને સમર્થન આપત. પરંતુ હવે તેવું શક્ય નથી. ભાજપ એકલાને ૩૦૩ સીટો મળી છે મેટે તેઓ પોતે સક્ષમ છે. માટે હવે આંધ્રને વિશેષ દરજ્જાની માત્ર વિનંતી કરી શકાય માંગણી નહીં.

જગમોહન રેડ્ડીએ વધુમાં જણાવ્યુ કે, આજે કદાચ અમને વિશેષ દરજ્જો નહીં મળે. એમારે કોઇની દયા પર આધાર રાખવો પડે છે, પરંતુ મેં વડાપ્રધાનને કહ્યુ છે કે એક દિવસ સમય બદલાશે. અત્યારે અમે વિનંતી સિવાય કશુ જ નથી કરી શકતા પરંતુ મેં વડાપ્રધાનને મળીને તેમને જણાવ્યુ છે કે આ વિશેષ દરજ્જો અમારા માટે કેમ મહત્વપૂર્ણ છે?

જગમોહન રેડ્ડીએ વડાપ્રધાનને જણાવ્યુ કે કરજામાં ડુબેલા આંધ્ર પ્રદેશ માટે આ વિશેષ દરજ્જો જીવાદોરી રૂપ સાબિત થશે.  વધુમાં તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે અત્યારે રાજ્ય પર ૯૭૦૦૦ કરોડનું દેવુ છે. આવતા પાંચ વર્ષમાં આ દેવુ ૨.૫૮ લાખ કરોડને આંબી જશે કેમકે આ દેવાનું વાર્ષિક વ્યાજ ૨૦૦૦૦ કરોડ ઔરૂપિયા છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો મળે એ વાયઆસઆર કોંગ્રેસ અને જગમોહન રેડ્ડીની મુખ્ય માંગે હતી. રેડ્ડીએ જણાવ્યુ કે તેઓ જ્યારે પણ વડાપ્રધાનને મળે છે ત્યારે આ વિશે અવશ્ય વાત કરે છે. આ વખતે પણ વડાપ્રધાન મોદીએ તમની બધી રજુઆત શાંતિપૂર્વક સાંભળી છે. જેથી આ અંગે અમને હકારાત્મક આશા બંધાણી છે.

ઉલ્લેખનીય છે કે જગમોહન રેડ્ડી ૩૦ મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. તેમણે આ  સમારોહ માટે વડાપ્રધાનને પણ આમંત્રિત કર્યા છે. આ સિવાય રવિવારે તેઓ અમિત શાહને પણ મળ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X7zgjx
via Latest Gujarati News

Post a Comment

0 Comments