
નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર
ઈસરોએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેઓ રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝવેશન સેટેલાઈટ આરઆઈએસઈટી 2બીને 22 મેના રોજ લોન્ચ કરશે. આ લોન્ચિંગ માટે પીએલએલબી સીએનો ઉપયોગ કરવામાં આવશે. ઈસરો અનુસાર સવારે 5.27 મિનિટએ આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. જો કે તે સમયે વાતાવરણ કેવું છે તેના પર આ સેટેલાઈટને લોન્ચ કરવામાં આવશે.
આ વખતે ઈસરોએ ખાસ વ્યવસ્થા એ પણ કરી છે કે જેના કારણે લોકો આ લોન્ચને જોઈ શકશે. લોકોને જાણ કરવામાં આવી છે કે જેમણે આ સેટેલાઈટ લોન્ચને જોવું હોય તેમણે સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરીકોટા, આંધ્ર પ્રદેશની વ્યૂવર્સ ગેલેરીમાં જવાનું રહેશે.
ગેલેરીમાંથી લાઈવ સેટેલાઈટ લોન્ચ જોવા માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવશે. આ નોંધણી લોન્ચના 5 દિવસ પહેલાથી શરૂ કરવામાં આવશે. આ સેટેલાઈટ અંતરિક્ષમાં ભારતની આંખની જેમ કામ કરશે. તેની મદદથી ભારતીય સુરક્ષા દળને સરહદ પર નજર રાખવામાં મદદ મળશે. આ સેટેલાઈટથી પીઓકેમાં આતંકી છાવણીઓમાં થતી ગતિવિધિઓ વિશે પણ જાણી શકાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QdnLod
via Latest Gujarati News
0 Comments