ટ્વિટર પર દુનિયાની નંબર 1 પાર્ટી બની BJP, જાણો કેટલા છે ફોલોવર્સ


નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર

ભારત દેશમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ ભાજપ છવાઈ ગયું છે. ટ્વિટર પર બીજેપીનો દબદબો જોવા મળી રહ્યો છે કારણ કે દુનિયાના દરેક રાજકીય પક્ષને પછાડી અને બીજેપી નંબર 1 બની ચુકી છે. બીજેપીના ટ્વિટર પર 11 મિલિયન ફોલોઅર છે. જેના કારણે ભારતની જ નહીં પરંતુ બીજેપી દુનિયાની નંબર વન પાર્ટી બની ગઈ છે. 

મહત્વપૂર્ણ છે કે દુનિયાની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના પણ 5.14 મિલિયન ફોલોવર્સ છે. જ્યારે અમેરિકાની રિપબ્લિકન પાર્ટી પાસે કુલ 16,327 ફોલોવર અને ડેમોક્રેટિક પાર્ટી પાસે 1,588,662 ફોલોવર્સ છે. બીજેપી સાથે વડાપ્રધાન મોદી પણ દુનિયાભરમાં સૌથી વધારે પસંદ થયેલા નેતા બન્યા છે. તેમના ટ્વિટર અને ફેસબુક અકાઉન્ટમાં સૌથી વધારે ફોલોવર્સ છે. પીએમ મોદીના ફેસબુક, ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર કુલ ફોલોવર્સ 11.09 કરોડ છે. 

પહેલા નંબર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ છે. ઓબામાના કુલ ફોલોવર્સ 18.27 કરોડ છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના દુનિયાભરમાં 9.6 કરોડ ફોલોવર્સ છે. જો કે ટ્વિટર પર ફોલો થતા નેતાઓમાં ટ્રંપ બીજા ક્રમે આવે છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E9YypM
via Latest Gujarati News

Post a Comment

0 Comments