અગરતલા, તા. 16 મે 2019, ગુરૂવાર
પશ્ચિમ બંગાળ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે રાજકીય અખાડા જેવી સ્થિતિ બની ગઈ છે. કેટલાક સમયથી અહીં વારંવાર ચૂંટણી સમયે થતી હિંસાથી વાતાવરણ ગંભીર બની ગયું છે.
આ દમરિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે નિવેદન આપ્યું છે કે, પશ્ચિમ બંગાળમા ભાજપને 42થી 43 બેઠકો મળી શકે છે. દેબે પત્રકાર પરીષદમાં કહ્યું કે મેં 13 બેઠકો પર પ્રચાર કર્યો છે એટલે મને અંદાજો થયો છે કે ભાજપ અહીંયા 23 બેઠક પોતાના નામે કરી શકે છે.
ટીએમસીના કારણે ભાજપને રોડ શો અને રેલીઓ કરવાની મંજૂરી મળી નહોતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જાણી જોઈને પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તા વિરૂદ્ધ ઉશ્કેરે છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીનું સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ 8 રાજ્યોની 59 બેઠકો પર કરવામાં આવશે અને પરિણામ 23 મેએ આવશે તેવામાં બિપ્લબ દેબના આરોપોના ટીએમસીના નેતા આશીષ લાલ સિન્હાએ જવાબ આપતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી બધી બેઠકો જીતવામાં સફળ રહેશે. એમણે કહ્યું કે ભાજપના નેતાનું નિવેદન તર્ક વિનાનું છે. ટીએમસી બધી બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવશે. બિપ્લબ બાબુને સાચા આંકડા 23મે ના રોજ જોવા મળશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30osSqf
via Latest Gujarati News
0 Comments