હરીદ્વાર, તા. 28 મે 2019, મંગળવાર
ભાજપ ઐતિહાસિક પ્રચંડ બહુમત સાથે 23 મે કેન્દ્રમા વાપસી કરતા યોગગુરૂ રામદેવે સોમવારે કહ્યું કે, આ દિવસને મોદી દિવસ અથવા જન કલ્યાણ દિવસના રૂપે ઉજવવો જોઈએ.
ભાજપનો ભગવો આ વખતે 303 બેઠક પર લહેરાયો જ્યારે કોંગ્રેસને માત્ર 52 બેઠક મળી. આ વખતે 542 લોકસભા બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી અને ચૂંટણીનું પરીણામ 23 મેના રોજ જાહેર થયુ હતું.
રામદેવે પતંજલિની દૂધ અને ડેરી પ્રોડક્ટને લોન્ચ કરવાના કાર્યક્રમમા વાતચીતમાં કહ્યું, "23 મે ઐતિહાસિક દિવસ છે. "મોદી દિવસ કે પછી જન કલ્યાણ દિવસ" ના રૂપમાં ઉજવવો જોઈએ". નરેન્દ્ર મોદી, જવાહરલાલ નેહરૂ અને ઈન્દિરા ગાંધી પછી ત્રીજા એવા વડાપ્રધાન છે. જે લોકસભામાં પૂર્ણ બહુમતી સાથે બીજા કાર્યકાળ માટે સત્તામાં આવ્યા હોય.
પતંજલી આયુર્વેદ લિમિટેડના નવો ઉત્પાદનની ચર્ચા કરતા યોગગુરૂએ કહ્યું કે, પતંજલીનું દૂધ, પનીર, લસ્સી અને છાશ ગાયના શુદ્ધ દૂધથી બનાવવામાં આવ્યા છે અને એમાં કોઈ મિલાવટ નથી. એમણે કહ્યું, "આ ઉત્પાદિત ચીજ-વસ્તુઓ મધર ડેરી અને અમૂલના ઉત્પાદનની સરખામણીમાં સસ્તા અને સારા છે." જ્યારે એમણે એ નતી કહ્યું કે, પતંજલીએ બનાવેલી પ્રોડક્ટ હરીફ કંપનીઓની બનાવેલી વસ્તુઓની સરખામણીમા કેવી રીતે સારી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MfZ5Ne
via Latest Gujarati News
0 Comments