Fake News અટકાવવા ફેસબુકએ 300 કરોડ અકાઉંટ કર્યા delete


નવી દિલ્હી, 28 મે 2019, મંગળવાર

સોશિયલ મીડિયા પર શેર થતા ફેક ન્યૂઝ અને હેટ સ્પીચના કારણે દુનિયાભરના દેશોમાં સમસ્યાઓ ઊભી થાય છે. જેના કારણે દરેક દેશની સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કડક નિયમ બનાવી રહી છે. ફેસબુક, વોટ્સએપ, ઈંસ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ માટે પણ આ સમસ્યા પડકાર સમાન છે. તેમ છતાં ફેસબુક આ સમસ્યાને દૂર કરવા કડક પગલા ભરી રહ્યું છે. એક રીપોર્ટ અનુસાર ફેસબુકએ ઓક્ટોબર 2018થી માર્ચ 2019 સુધીના સમયમાં 300 કરોડથી વધારે ફેક અકાઉન્ટ ડિલીટ કર્યા છે અને 70 લાખ હેટ સ્પીચની પોસ્ટ હટાવી છે. 

માર્કે તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડેટા સુરક્ષા માટે કંપની ગંભીર છે, ડેટા માટે કંપની ટ્વિટરની રેવન્યૂ કરતાં પણ વધારે ખર્ચ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ફેસબુક પર ચાઈલ્ડ એબ્યૂઝ,  વાયલન્સ, ટેરર સપોર્ટીવ પોસ્ટને ડિલીટ કરવામાં આવે છે. કંપની તરફથી જણાવાયું હતું કે મંથલી એક્ટિવ યૂઝર્સમાંથી 5 ટકા ફેક અકાઉંટ હોય છે. મહત્વપૂર્ણ છે કે ન્યૂઝીલેન્ડમાં મસ્જિદો પર થયેલા હુમલાનું લાઈવ ફેસબુક પર કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ફેસબુકની ખૂબ આલોચના થઈ હતી. ત્યારબાદ ફેસબુક આ પ્રકારની પોસ્ટ અને અકાઉન્ટ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EDBjED
via Latest Gujarati News

Post a Comment

0 Comments