લોસ એેંજલ્સ તા.28 મે 2019 મંગળવાર
ટોચની અમેરિકી ગાયિકા બ્રિટની સ્પીઅર્સ હવે કદાચ કદી જાહેરમાં પર્ફોર્મ નહીં કરી શકે એવું એના ભૂતપૂર્વ મેનેજરે એક મુલાકાતમાં કહ્યું હતું.
ટીએમજી ડૉટ કોમને બ્રિટનીના ભૂતપૂર્વ મેનેજર લેરી રુડોલ્ફે આપેલી મુલાકાતમાં કહ્યું કે ૨૦૦૮-૦૯માં બ્રિટનીનું પહેલું આલ્બમ બેબી વન મોર ટાઇમ પ્રગટ થયું ત્યારથી હું એની સાથે હતો અને એની કારકિર્દીના ગ્રાફનો સાક્ષી રહ્યો છું. હાલ એ ગંભીર મનોવ્યાધિમાંથી પસાર થઇ રહી છે. જો કે એને મનોચિકિત્સકો સારી સારવાર આપી રહ્યા છે.
બ્રિટનીના પિતા રુડોલ્ફ સ્પીઅર્સે કહ્યું કે હું બ્રિટની આનંદમાં રહે એવા સ્થળે લઇ જવાના પ્રયાસો કરી રહ્યો છું. એને માટે એક એવું સ્થળ શોધી રહ્યો છું જ્યાં એ શાંતિથી અને મોજથી રહી શકે. એણે જે પીડા વેઠી છે એમાંથી એને બહાર આવતાં સારો એવો સમય લાગવાની શક્યતા છે. હવે એની કારકિર્દીની ચિંતા કરવા કરતાં એના આરોગ્યની ચિંતા કરવી વધુ હિતાવહ છે એમ અમને લાગે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W9uzZV
via Latest Gujarati News
0 Comments