મુંબઇ તા.28 મે 2019 મંગળવાર
અભિનેત્રી દિશા પટનીએ કહ્યું હતું કે ટાઇગર શ્રોફને પ્રભાવિત કરવાનંુ કામ ખૂબ મુશ્કેલ છે. એની પસંદ પહેલેથી ખૂબ ઊંચી રહી છે.
સોશ્યલ મિડિયા પર એક ચાહકે એને સવાલ પૂછ્યો હતો કે તમે બંને જાહેરમાં આત્મીયતાનો સ્વીકાર કેમ કરતાં નથી ? એના જવાબમાં દિશા બોલી રહી હતી. એણે એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું, 'હું વરસોથી ટાઇગરને ઇમ્પ્રેસ કરવાના પ્રયાસો કરતી રહી છું પરંતુ એને ઇમ્પ્રેસ કરવાનું બહુ મુશ્કેલ છે. એણે પોતાની પસંદગી એટલી ઊંચી રાખી છે કે એે નાની નાની વાતોથી કદી ઇમ્પ્રેસ થતો નથી. વરસોથી હું પ્રયાસ કરતી રહી છું. જો કે સલમાન ખાનની ભારત ફિલ્મમાં મેં જે સ્ટંટ કર્યાં છે એનાથી એ કદાચ ઇમ્પ્રેસ થાય એમ મને લાગે છે.'
એણે ઉમેર્યું કે અમે સાથે હરીએ ફરીએ છીએ, સાથે ખાઇએ છીએ. એનો અર્થ એવો નહીં કે એ મારાથી ઇમ્પ્રેસ્ડ છે. જો કે એ સ્વભાવે થોડો શરમાળ છે એટલે એેને રીઝવવો સહેલો નથી. મારા પ્રયાસો ચાલુ છે. હું ધીરજથી પ્રયાસો કરતી રહું છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2McXuHW
via Latest Gujarati News
0 Comments