
નવી દિલ્હી, 28 મે 2019, મંગળવાર
વોટ્સએપનો ઉપયોગ કરતા કરોડો યૂઝર્સનો કલાકોનો સમય હવે બચી જશે. કારણ કે વોટ્સએપ એક ખાસ ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફીચર એક્ટિવ થયા બાદ યૂઝર્સ ફેસબુક પર સ્ટેટસ, પોસ્ટ, વીડિયો અને ફોટો શેર સમય બગાડ્યા વિના વોટ્સએપમાંથી જ કરી શકશે. એટલે કે જો તમે વોટ્સએપ પર હોય અને કોઈ પોસ્ટ કે વીડિયો તમને ફેસબુક પર શેર કરવો છે તો તમને ફેસબુકમાં લોગઈન કરી કોપી, પેસ્ટ કરવાની જરૂર નહીં પડે. તમને વોટ્સએપમાં જ ફેસબુક શેરનો વિકલ્પ મળશે.
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ જણાવ્યાનુસાર વોટ્સએપ, મેસેન્જર અને ઈંસ્ટાને મર્જ કરી ક્રોસ પ્લેટફોર્મ મેસેજનો વિકલ્પ આપવામાં આવશે. કંપનીએ તેના પર કામ શરૂ કરી દીધું છે અને તેને ટુંક સમયમાં એક્ટિવ પણ કરી દેવામાં આવશે. હાલ ક્રોસ પ્લેટફોર્મ મેસેજ તો નહીં પરંતુ સ્ટોરી શેરનું ફીચર એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. એક રીપોર્ટ અનુસાર વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે જેની મદદથી વોટ્સએપ સ્ટેટસને સીધા ફેસબુક પર શેર કરી શકાય છે. એટલે કે તમે વોટ્સએપ સ્ટોરીમાં કોઈ સ્ટેટસ મુકો છો તો તેને ફેસબુક સ્ટોરીમાં પણ રાખી શકો છો. વોટ્સએપમાં એડ ટુ ફેસબુક સ્ટોરીનો વિકલ્પ યૂઝર્સને મળે છે. આ ફીચર ઉપરાંત આવનારા દિવસોમાં વોટ્સએપની મદદથી ફેસબુક પર વીડિયો, ફોટો, પોસ્ટ પણ શેર કરી શકાશે. કંપની આ ફીચરને થોડા સમય માટે બીટા બિલ્ડમાં રાખશે ત્યારબાદ તેને પબ્લીક માટે એક્ટિવ કરી દેશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HFwDjx
via Latest Gujarati News
0 Comments