બોલિવૂડમાં સોમવારે બે પરિવારોમાં મરણ થયાં

મુંબઇ તા.28 મે 2019 મંગળવાર

સોમવારે બોલિવૂડમાં બે કલાકારોએ પોતાના સ્વજનને ગુમાવ્યા. સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણના પિતા બોલિવૂડના સિનિયર ફાઇટ માસ્ટર વીરુ દેવગણનું અને હોનહાર અભિનેતા રણદીપ હુડાનાં દાદીમાનું અવસાન થયું હતું.

અજયના પિતાએ લગભગ સાડા ત્રણ ચાર દાયકા સુધી બોલિવૂડમાં સ્ટંટ ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી. છેલ્લા થોડા સમયથી એ બીમાર રહેતા હતા. એમની કેટલીક ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી ઊજવી હતી અને એનાં એક્શન દ્રશ્યો ખૂબ વખણાયા હતા.

બીજી બાજુ રણદીપનાં દાદીમા તો ૯૭ વર્ષનાં હતાં. લીલી વાડી જોઇને ગયાં એમ કહેવાય. જો કે રણદીપને પોતાનાં દાદીમા સાથે સારી એવી આત્મીયતા હોવાથી એ ખૂબ અપસેટ થઇ ગયો હતો. રણદીપનાં માતાપિતા એવી સરકારી નોકરીમાં હતાં જ્યાં એમની સતત ટ્રાન્સફર થતી રહેતી હતી એટલે રણદીપે પોતાનાં દાદીમા સાથે વધુ સમય વીતાવ્યો હતો. એનું બાળપણ, કિશોરાવસ્થા અને યૌવન બધુંજ દાદીમાની હાજરીમાં વીત્યું હતું. એટલે સ્વાભાવિક રીતેજ એને વધુ આઘાત લાગ્યો હતો.

બંને કલાકારોને સોશ્યલ મિડિયા પર લોકોએ સાંત્વના આપી હતી.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I4sbtz
via Latest Gujarati News

Post a Comment

0 Comments