ડૉક્ટરે બરાડો પાડીને મોહિતને આવતો રોક્યો હતો

મુંબઇ તા.28 મે 2019 મંગળવાર

ટીવી સ્ટાર છબી મિત્તલ તાજેતરમાં સિઝેરિયન ઓપરેશન દ્વારા માતા બની હતી. એની કૂખમાં બાળક દસ મહિના સુધી રહ્યું હતું. સામાન્ય રીતે નવ મહિને બાળજન્મ થઇ જતો હોય છે. છબીએ પોતાના હૉસ્પિટલના અનુભવને કેન્દ્રમાં રાખીને એક લાંબી પોસ્ટ સોશ્યલ મિડિયા પર મૂકી હતી.

છબીએ લખ્યંુ હતું,'મારા પર સિઝેરિયન થવાનું હતું એટલે મારી ઇચ્છા હતી કે મારો પતિ મોહિત મારી પાસે હોય અને મારી પીડામાં સહભાગી થાય. પરંતુ લેડી ડૉક્ટરને એ વાત મંજૂર નહોતી. એણે બરાડા પાડીને મોહિતને મારી પાસે આવતો રોક્યો હતો. મારી પીડા અન્ય ગર્ભવતી મહિલાઓ કરતાં અલગ હતી. મારી પ્રેગનન્સી લંબાઇ ગઇ હતી... મેં લેડી ડૉક્ટરને અગાઉ જણાવી દીધું હતું કે બાળકના જન્મ સમયે મારો પતિ મારી સાથે હોય એવી મારી ઇચ્છા છે... એ સમયે ડૉક્ટરે હા પાડી હતી પરંતુ છેક છેલ્લી ઘડીએ ડૉક્ટર ફરી ગયાં હતાં અને એમણે મોટા અવાજે બરાડો પાડીને મોહિતને અંદર આવતો રોક્યો હતો... સર્જરીની વાતથી હું ડરી ગઇ હતી અને મોહિત મારી પાસે રહે એવી મારી ઉત્કટ ઇચ્છા હતી, પરંતુ ડૉક્ટરે એ વાત કાને ધરી નહીં...હું પોક મૂકીને રડી પડી હતી અને પીડાથી હેરાન થતી હતી પરંતુ ડૉક્ટર પર એની કોઇ અસર થઇ નહોતી...'





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YSvxa4
via Latest Gujarati News

Post a Comment

0 Comments