
નવી દિલ્હી, 28 મે 2019, મંગળવાર
દુનિયાભરમાં લોકો ફાસ્ટ કોમ્યુનિકેશન માટે મેસેજ ટાઈપ કરવાને બદલે વોઈસ મેસેજનો ઉપયોગ વધારે કરે છે. ટાઈપ કરેલા મેસેજ કરતાં ચાર ગણો વધારે ઉપયોગ વોઈસ મેસેજનો થાય છે. તેનું કારણ છે કે વોઈસ મેસેજથી લાંબા મેસેજ પણ ઝડપથી મોકલી શકાય છે. વોઈસ મેસેજ સેન્ડ કરવા માટે તમારે રસ્તામાં અટકવું પણ પડતું નથી. તમે કોઈપણ જગ્યાએ હોય ત્યાંથી તમે વોઈસ મેસેજ ઝડપથી મોકલી શકો છો અને તમારે મેસેજ ટાઈપ કરવાની જરૂર પણ પડતી નથી.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ કારણે જ દુનિયાની દરેક મોટી કંપની ઓડિયો ફીચર પર કામ કરી રહી છે. દેશમાં દર ત્રણમાંથી બે નવા ઈંટરનેટ યૂઝર્સ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી છે, જેમાંથી મોટાભાગે લોકો સ્થાનીય ભાષામાં લખવા અને વાંચવા માટે ટેવાયેલા હોય છે. તેવામાં વોઈસ ટેકનોલોજી તેમની મદદ કરે છે. દેશમાં ગૂગલ હિંદી સર્ચ દર વર્ષે 400 ટકાના દરે વધી રહી છે. ગત વર્ષોમાં સૌથી વધારે સર્ચ એપ્સ પર બોલીને કરવામાં આવી છે.
ફેસબુક ઓડિયો સ્ટેટસ પર ઝડપથી કામ કરી રહ્યું છે. જો કે તે પહેલા અન્ય મોટી કંપનીઓ પણ વોઈસ મેસેજિંગ સેવા લોન્ચ કરવાની તૈયારી કરી ચુકી છે. બીજી તરફ નવા સ્માર્ટ સ્પીકર પણ લોન્ચ થઈ રહ્યા છે જેમાં વોઈસ કમાંડ ક્રાંતિ સમાન છે. સોશિયલ મીડિયામાં પણ વોઈસ સેવાનો પ્રયોગ વધી રહ્યો છે. નીચે દર્શાવેલી એપ્સમાં પણ યૂઝર્સને વોઈસ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
ઈંસ્ટા
ઈંસ્ટાગ્રામમાં 6 માસ પહેલા વોઈસ મેસેજિંગ ફીચર એક્ટિવ કરવામાં આવ્યું. આ ફીચરમા 1 મિનિટનો વોઈસ મેસેજ યૂઝર્સ પ્રાઈવેટ અને ગૃપ ચેટમાં મોકલી શકે છે. આ અગાઉ વોઈસ ફીચર માત્ર વોટ્સએપ, ફેસબુક, વીચેટમાં જ ઉપલબ્ધ હતું.
ફેસબુક
ફેસબુક વોઈસ ક્લિપ ફીચર પર ટેસ્ટ કરી રહ્યું છે. ભારતમાં પણ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ તે લોન્ચ થયું નથી. આ ફીચર એક્ટિવ થવાથી યૂઝર ઓડિયો ક્લિપની મદદથી પોતાનું સ્ટેટસ અપડેટ કરી શકશે.
લિંક્ડઈન
પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ લિંક્ડઈનએ પણ વોઈસ મેસેજિંગની જરૂરીયાતની સમજી અને ઓડિયો મેસેજિંગ ફીચરને એક્ટિવ કર્યું છે. અહીં પણ યૂઝર્સ 1 મિનિટની ઓડિયો ક્લિપ સેન્ડ કરી શકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MdRzCL
via Latest Gujarati News
0 Comments