અભિષેક વિવેકને જડબાતોડ જવાબ આપવાનો હતો...

મુંબઇ તા.28 મે 2019 મંગળવાર

અભિનેતા વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન અંગે કરેલી વિવાદાસ્પદ ટ્વીટનો જવાબ અભિષેક બચ્ચન આપવાનો હતો પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચને એેને વાર્યો હતો એવી માહિતી પ્રગટ થઇ હતી.

વિવેકની એ ટ્વીટ બેશક વિકૃત હતી અને ચારેબાજુથી એની આકરી ટીકા થતાં વિવેકે માફી માગીને એ ટ્વીટ ડિલિટ કરી નાખી હતી. પરંતુ કેટલીક વાર આવી ઘટનાએ સર્જેલી કડવાશ લાંબો સમય મનમાં રહી જતી હોય છે. વિવેકે સલમાન ખાન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને પોતાનો ફોટો સાથે મૂકીને ટ્વીટ કરી ત્યારે ઐશ્વર્યા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી હતી.

જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઐશ્વર્યા રાય બચ્ચને એમ કહીને અભિષેકને વાર્યો હતો કે  આ ટ્વીટનો જવાબ આપવાથી એને વધુ પ્રસિદ્ધિ મળી જશે. બહેતર છે કે એની અવગણના કરવી. આપોઆપ એ વિવાદ શમી જશે. આ વિવેકનો પબ્લિસિટી સ્ટંટ છે. વિવેકે હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મમાં મુખ્ય રોલ કર્યો છે અને ઐશ્વર્યા દ્રઢપણે એમ માનતી હતી કે પોતાની ફિલ્મને વધુ પ્રચાર મળે એ માટે વિવેકે આ સ્ટંટ કર્યો હતો. અભિષેક વિવેકના મીમનો જવાબ આપે તો વિવેકને જોઇતી પબ્લિસિટી મફત મળી જાય.

ઐશ્વર્યાની ધારણા સાચી પડી. વિવેક પર બોલિવૂડે માછલાં ધોયાં અને વિવેકે પોતે એ ટ્વીટ ડિલિટ કરવી પડી. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HEiPWC
via Latest Gujarati News

Post a Comment

0 Comments