મુંબઇ તા.28 મે 2019 મંગળવાર
મૂળ નેપાળી કૂળના અને હાલ અમેરિકી નાગરિક એવા પ્રબલ ગુરંગે એવી સ્પષ્ટતા કરી હતી કે મારી અને બોલિવૂડના ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહર વચ્ચે કોઇ ડેટિંગ ફેટિંગ થયું નથી. એ અંગેના મિડિયા રિપોર્ટ બોગસ છે.
તાજેતરમાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે પ્રબલ ગુરંગ અને કરણ જોહર વચ્ચે સજાતીય સંબંધો છે અને બંને એકમેકની સાથે ડેટિંગ કરી રહ્યા હતા. તાજેતરમાં પ્રબલનો બર્થ ડે ઊજવાયો ત્યારે કરણ અને પ્રબલ સાથે હતા અને બંનેએ સારો એવો સમય સાથે ગુજાર્યો હતો.
પ્રબલે આ અહેવાલને પણ સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપ્યો હતો.
કરણના બર્થ ડે પર પ્રબલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો જેમાં બંને વચ્ચે ગાઢ દોસ્તી હોવાનું પણ જણાવાયું હતું. પ્રબલે સાફ શબ્દોમાં કહ્યું હતું કે અમારી વચ્ચે માત્ર દોસ્તી છે. એથી વધુ કોઇ નિકટતા નથી.
જો કે બંને વચ્ચે ડેટિંગના અહેવાલો પ્રગટ થયા બાદ પ્રબલે ઇન્સ્ટાગ્રામ પરથી આ ફોટોગ્રાફ પણ હટાવી લીધો હતો જેથી વધુ ગેરસમજ ફેલાય નહીં. એણે એક નિવેદન પ્રગટ કરીને કહ્યું હતું કે આ પ્રકારના વિકૃત અહેવાલોથી મને ખૂબ દુઃખ થયું છે. મારી અને કરણની વચ્ચે એેવા કોઇ રોમાન્ટિક સંબંધો નથી. અમે માત્ર દોસ્તો છીએ. મૈત્રીમાં ક્યારેક એકબીજાને વહાલ કરતા દેખાઇએ એનો અર્થ એવો નથી કે અમારી વચ્ચે કોઇ જુદા પ્રકારના સંબંધો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YVXKgf
via Latest Gujarati News
0 Comments