મુંબઇ તા.28 મે 2019 મંગળવાર
અભિનેતા કમ ફિલ્મ સમીક્ષક કમાલ આર ખાને સોશ્યલ મિડિયા પર એવો દાવો કર્યો હતો કે આગેવાન ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાની શોધ સમાન અભિનેતા ઇશાન ખટ્ટરને પડતો મૂક્યો હતો.
અત્રે એ નોંધવું જોઇએ કે હિટ મરાઠી ફિલ્મ સૈરાટ પરથી કરણે હિન્દીમાં બનાવેલી ફિલ્મ ધડકમાં ખુદ કરણે સદ્ગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી સાથે ઇશાનને પહેલી તક આપી હતી. જાન્હવી અને ઇશાનની આ પહેલી ફિલ્મ હતી જે હિટ નીવડી હતી.
કમાલે એવો દાવો કર્યો હતો કે પહેલી ફિલ્મ હિટ નીવડતાં ઇશાનના દિમાગમાં રાઇ ભરાઇ ગઇ હતી અને એણે કરણ સાથે તુમાખીથી વાત કરવા માંડતાં કરણે એને દરવાજો દેખાડી દીધો હતો.
કમાલે એમ પણ લખ્યું હતું કે ભવિષ્યમાં કરણ ઇશાનને લઇને કદી કોઇ ફિલ્મ નહીં બનાવે. ઇશાન મોખરાના અભિનેતા શાહિદ કપૂરનો ઓરમાન ભાઇ થાય છે.
કરણ જોહર સાથે ઇશાનના સંબંધો બગડયા હોવાના કમાલના દાવાની ખરાઇ કરવાના પ્રયાસો સફળ થયા નહોતા. ધર્મા પ્રોડક્શન્સના કોઇ પ્રવક્તા કે ઇશાન તરફથી કોઇ આ મુદ્દે જવાબ આપવા હાજર નહોતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WtPUg4
via Latest Gujarati News
0 Comments