
નવી દિલ્હી, 28 મે 2019, મંગળવાર
વર્ષ 2019ના શરૂઆતના ત્રણ મહિના દરમિયાન ભારતીય યૂઝર્સએ સૌથી વધારે એપ્સ ડાઉનલોડ કરી છે. જેના કારણે ભારત એપ્સ ડાઉનલોડ કરતો નંબર 1 દેશ બની ગયો છે. આ બાબતમાં ભારતએ અમેરિકાને પણ બીજાક્રમે રાખી દીધું છે. આ તારણ માર્કેટ ઈંટેલિજન્સ ફર્મ સેંસર ટાવરના રીપોર્ટ બાદ રજૂ કરવામાં આવ્યું છે. રીપોર્ટ અનુસાર દેશમાં સ્માર્ટફોનની સંખ્યા વધવા અને મોબાઈલ ડેટાની કિમતોમાં ઘટાડો થવાથી એપ્સ ડાઉનલોડિંગમાં વધારો થયો છે. ભારતમાં ડાઉનલોડ થતી એપ્સમાં સૌથી વધારે ચીની એપ્સ છે. ભારતીયોએ કુલ 4.8 અરબવાર એપ ડાઉનલોડ કરી છે. જ્યારે અમેરિકામાં 3 અરબ ડાઉનલોડ્સ છે.
ભારતની વાત કરીએ તો અહીં 10 એપ્સ સૌથી વધારે લોકપ્રિય રહી છે. જેમાં સૌથી પહેલા ક્રમે ટિકટોક છે જ્યારે ત્યારબાદ અનુક્રમે વોટ્સએપ, લાઈક, હોટસ્ટાર, ફેસબુક, મેસેંજર, શેયરઈટ, હેલો, એમએક્સ પ્લેયર અને યૂસી બ્રાઉઝરનો સમાવેશ થાય છે. ગત માસમાં વિવાદો રહેલી એપ ટિકટોકને સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવી છે. આ દસ એપ્સમાં માત્ર એમએક્સ પ્લેયર એકમાત્ર એપ છે જે ભારતીય ડેવલપરએ ડેવલપ કરી છે. આ સિવાય ચીની અને ફેસબુક ગૃપની એપ્સ ડાઉનલોડ કરવામાં આવી છે.
સેંસર ટાવરમાં મોબાઈલ ઈનસાઈટ્સના હેડના જણાવ્યાનુસાર ભારતમાં નવા સ્માર્ટફોન યૂઝર્સ વધવાથી એપ્સ ઈંસ્ટોલેશનમાં વધારો થયો છે. જેમાં એંડ્રોયડ યૂઝર્સ સૌથી વધારે છે. તેમણે જણાવ્યાનુસાર વર્ષ 2022 સુધીમાં ડાઉનલોડિંગમાં ચક્રવૃદ્ધિ દરે 15 ટકાનો વધારો થઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 2016માં જિયો એન્ટ્રી બાદ એપ્સ ડાઉનલોડમાં વધારો નોંધાયો છે. જિયોએ પહેલા વર્ષમાં યૂઝર્સને ફ્રી ડેટા આપ્યો, ત્યારબાદ સસ્તા પ્લાન આપ્યા જેના કારણે અન્ય કંપનીઓએ પણ ડેટા પ્લાન સસ્તા કર્યા. આ તમામ કારણો એપ્સ ડાઉનલોડિંગમાં વધારો થવા માટે જવાબદાર બન્યા.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K7AszB
via Latest Gujarati News
0 Comments