PM મોદીએ શપથગ્રહણ સમારોહમાં BIMSTEC દેશોને આમંત્રણ આપીને ચીન-પાકને સંદેશ આપ્યો

નવી દિલ્હી, તા. 28 મે 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણીમાં મહાવિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વખત શપથગ્રહણ માટે તૈયાર છે. ગઇ વખતના શપથગ્રહણ સમારોહમાં સાર્ક દેશોને આમંત્ર્યા બાદ આ વખતના તેમના શપથગ્રહણ સમારોહમાં BIMSTEC દેશોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. PM મોદીનો આ નિર્ણય વૈશ્વિક રાજનીતિમાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યો છે.

BIMSTEC દેશોમાં બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાનનો સમાવેશ થાય છે. આ દેશો ભારતના પાડોશી છે અને નાના હોવા છતાં ક્ષેત્રના આધારે તેમનું મહત્વ ઘણું વધારે છે. BIMSTEC દેશો ઉપરાંત બીજા અનેક દેશોના વડા પણ વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે. જેમાં મોરેશિયસના વડાપ્રધાન અને ઝેક રિપબ્લીકના પ્રમુખ પણ સામેલ છે.

ખાસ વાત એ કે વડાપ્રધાન મોદીના આ વખતના શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી, તો BIMSTEC દેશોને આમંત્રીને ભારતે ચીનને પણ પડકાર ફેંક્યો છે. હકીકતમાં આ દેશોમાં ચીન છેલ્લા ઘણાં સમયથી પોતાનો પ્રભાવ જમાવવા મથી રહ્યું છે. જોકે વડાપ્રધાન મોદીના નિર્ણય બાદ BIMSTEC દેશો સાથે સંબંધો આગળ ધપાવવાની નીતિ પર કામ થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VQnd8U
via Latest Gujarati News

Post a Comment

0 Comments