કોલકાતા, તા. 28 મે 2019, મંગળવાર
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીથી ચાલુ થયેલો હિંસાનો દોર પરિણામો આવી ગયા બાદ પણ જારી છે. ભાજપના બે કાર્યકરોના હત્યાના બનાવો બાદ હવે ભાજપના વિજય સરઘસ ઉપર પણ બોમ્બ ફેંકાયાની ઘટના બની છે.
જોકે પોલીસે દાવો કર્યો છે કે આ બનાવમાં જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપના સમર્થકો દ્વારા બીરભૂમમાં કાઢવામાં આવેલી વિજય રેલી ઉપર બોમ્બ ફેકવામાં આવ્યો. ભાજપે આ હુમલા માટે તૃણમુલ કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે. આ પહેલાં પણ ભાજપના બે કાર્યકરોની હત્યાના મામલે પણ ભાજપે તૃણમુલ કોંગ્રેસ પર જ આરોપ મૂક્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ ઉત્તર 24 પરગના જિલ્લામાં ભાજપના એક કાર્યકરની અજ્ઞાત લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. અગાઉ ચકદહામાં ભાજપના જ એક કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K79f01
via Latest Gujarati News
0 Comments