
(પીટીઆઈ) દુબઈ, તા. 4 મે, 2019, શનિવાર
યુએઈના અબૂ ધાબીમાં ભારતીય વ્યક્તિ ૧.૫ કરોડ દિરહમ એટલે કે અંદાજે ૨૮ કરોડ રુપિયાની લોટરી જીત્યો છે. શારજાહમાં વસતો શોજિત કે.એસ. અબૂ ધાબી ડયુટી ફ્રી ટિકિટ ડ્રોમાં વિજેતા બન્યો છે.
અબૂ ધાબી ડયુટી ફ્રીસ બિગ ટિકિટ સીરિઝના ડ્રોનું યુટયુબ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. શોજિતે ગત એક એપ્રિલના રોજ ઓનલાઈન ટિકિટ ખરીદી હતી પરંતુ તે પોતે વિજેતા બન્યા છે તે વાતથી અજાણ હતો. બિગ ટિકિટના અધિકારીઓ સતત તેનો સંપર્ક સાધવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ તે તેમનો ફોન કટ કરતો હતો.
દર મહિને અબૂ ધાબી ઈંટરનેશનલ એરપોર્ટ પર લોટરીનું આયોજન કરનારા રિચર્ડે જણાવ્યું કે શોજિત ફોનમાં વાત નહોતો કરતો માટે તેઓ તેના ઘરે જઈને તેને મળવાની તૈયારીમાં હતા.
લકી ડ્રોમાં અન્ય એક ભારતીય મંગેશ મેંડે બીએમડબલ્યુ ૨૨૦ આઈ કાર જીત્યા છે. આ ઉપરાંત અન્ય આઠ ભારતીય અને એક પાકિસ્તાની વ્યક્તિને સાંત્વના પુરસ્કાર આપવામાં આવ્યું છે. ગત વર્ષે ડ્રોમાં કેરળના રહેવાસી એવા ભારતીય ડ્રાઈવર જ્હોન વર્ગીસને ઈનામમાં ૧.૨ કરોડ દિરહમ મળ્યા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VQAGle
via Latest Gujarati News
0 Comments