મુકેશ અંબાણી પહોંચ્યા બદ્રીનાથ, 2 કરોડ રૂપીયા આપ્યું દાન

નવી દિલ્હી, તા. 26 મે 2019, રવિવાર

પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શનિવારના રોજ પ્રાચીન બદ્રીનાથ મંદિરે ગયા હતા ત્યાં તેમણે ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા. 

બદ્રીનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મુકેશ અંબાણી થોડો સમય મંદિરની અંદર રહ્યા અને ભગવત ગીતાનું પ્રવચન સાંભળ્યું. મુકેશ અંબાણીએ બદ્રીનાથ મંદિર અને કેદારનાથ મંદિરની સમિતિને 2 કરોડ રૂપિયા પણ દાનમાં આપ્યા. 

મળતી માહિતી મુજબ અંબાણીએ 2 કરોડ રૂપિયા ચંદનના લાકડા અને કેસરની ખરીદી કરવા માટે આપ્યા. જેનો ઉપયોગ પૂજામાં કરવામાં આવશે. આ ચંદન અને કેસર મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઈ અંબાણીના નામથી ખરીદવામાં આવશે.

મંદિરના પ્રાંગણમાં મુકેશ અંબાણીનું સ્વાગત BKTCના સી.ઈ.ઓ બીડી સિંહ ધર્માધિકારી અને અધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલે કર્યું હતું. મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામમા પૂજા કરીને દેશના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી. મુકેશ અંબાણીએ મંદિર સમિતિને મંદિરો માટે ચંદનના લાકડા તમિલનાડુના જંગલમાંથી ખરીદવા માટે ખાસ આગ્રહ રાખવાનું જણાવ્યુ. મુકેશ અંબાણીએ કર્યા બદ્રીનાથના દર્શન, આપ્યુ 2 કરોડનું દાન



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wrh0EA
via Latest Gujarati News

Post a Comment

0 Comments