
નવી દિલ્હી, તા. 26 મે 2019, રવિવાર
લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. ભાજપે બહૂમતિ સાથે કેન્દ્રમાં સરકાર બનાવી લીધી છે. આ સાથે જ ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાને તાત્કાલિક અસરથી સમાપ્ત કરી છે.
લોકસભા ચૂંટણી અને આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિસા અને સિક્કિમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.
ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા લોકસભાની ચૂંટણી 2019ની જાહેર કર્યા સાથે જ 10 માર્ચે જ દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ચૂકી હતી. દેશમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલા નિયમોને આચારસહિંતા કહે છે. તે લાગૂ થતાની સાથે શાસન અને પ્રશાસનમાં ઘણાં ફેરફાર થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MbQ4or
via Latest Gujarati News
0 Comments