ઓવરવેટ થવું, જરૂર કરતા વધારે વજન હોવુ, સ્થૂળતા વગેરે સ્વાસ્થ્ય માટે જોખમી અને અનેક બીમારીઓનું કારણ બની શકે છે. જો સમયવર્તે જ તેનું ધ્યાન ના રાખવામાં આવે તો તે મોટી અને ગંભીર સમસ્યા પણ બની શકે છે. તેથી જ સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે તમે તમારી દિનચર્ચા અને ખાનપાનને એવા રાખો કે વજન વધવાની તકલીફ જ ના થાય.

સ્થળતા રોકવાના મુખ્ય ત્રણ સ્ટેપ છે, ખાનપાનને નિયંત્રિત રાખવું, યોગ્ય સમયે નાસ્તો કરવો, સવારે કસરત અને જોગિંગ કરવું. ઝડપી દુનિયામાં તમને વહેલા ઉઠવાની ટેવ હશે તો ઘણો લાભ થઇ શકે છે. જો તમે રોજ સવારે આ કામ સરખી રીતે કરશો તો તમે વજન વધવાની તકલીફથી બચી જશો.

સવારે ઉઠીને પાણી પીવાની ટેવ
સવારે ઉઠીને પાણઈ પીવાથી શરીરના ઝેરી પદાર્થો બહાર નીકળે છે અને નવી ઉર્જાનો સંચાર કરે છે. તેથી સાવરે ઉઠીને પાણી પીવું જોઈએ. જો પાણી હુંફાળુ ગરમ હોય તો તો વધારે લાભ થશે. જો તમે રોજે સવારે સહેદ ગરમ પાણીમાં લીંબુ અને મધ નાંખીને પીશો તો શરીરમાંથી વધારાની ચરબી દૂર થવા લાગશે. સવારે પાણી પીવાથી આંતરડામાં જામેલો મેલ નીકળે છે અને આંતરિક અંગો ફરી એક્ટિવ થઈ જાય છે. ભૂખ્યા પેટ પાણી પીવાથી શરીરનું મેટાબોલિક રેટ પણ સુધરે છે. જેના લીધે ખોરાક ઝડપથી અને સારી રીતે પચે છે. પાણી શરીરની ઇમ્યૂન સિસ્ટમને સુધારે છે અને રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરે છે.

સવારે કરો વાર્મઅપ-જોગિંગ અને કસરત
સવારે ઉઠીને પાણી પીધાં પછી વોર્મ અપ, જોગિંગ, કસરત વગેરે જરૂર કરવા જોઈએ. એમાં જરાય આળસ ના કરશો. મોર્નિંગ વૉક દિવસની સારી શરૂઆત માટે બેસ્ટ છે. સવારે અડધો કલાક ચાલવાને જિમમાં અડધો કલાકના વર્કઆઉટ કરતાં લાભદાયી માનવામાં આવે છે. સવારે એકથી દોડ કિલોમીટરની જોગિંગ ખાસ્સી કેલરી બર્ન કરે છે. જોગિંગથી બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સીજન પંપિંગ બરાબર થાય છે.

સમયસર બ્રેકફાસ્ટ કરવો
આપણે ત્યાં વર્ષોથી સવારના નાસ્તા એટલે કે બ્રેકફાસ્ટને અગત્યનું સ્થાન અપાયુ છે. સાયન્સ પણ કહે છે કે બ્રેકફાસ્ટ ના કરવાની ભૂલ કદી ના કરવી જોઈએ. બ્રેકફાસ્ટ ના કરવાથી શરીરમાં ફેટ જમા થવા લાગે છે. જાણકારો તો એવું પણ કહે છે કે નાસ્તો ના કરવાથી શરીરમાં કેલરીઝ પણ જમા થવા લાગે છે. તેમજ વજન ઘટાડવા માગતા હોય તેવા લોકોએ તો બ્રેકફાસ્ટ ખાસ કરવો જોઈએ, નહી તો તમારો મેટાબોલિઝમ રેટ ઓછો થવા લાગશે અને શરીરમાં બિનજરૂરી ચરબી જમા થવા લાગે છે. તેથી વજન વધારીન બેડોળ ના બનવું હોય તો સવારે હેલ્ધી નાસ્તો અવશ્ય લો. નાસ્તો જ નહીં લંચ અને ડિનર પણ યોગ્ય સમયે લઇ લેવા જોઈએ. નાસ્તો સમયસર લેવો જોઈએ કારણ કે ડિનર અને બ્રેકફાસ્ટ વચ્ચે સમયનું બહુ મોટું અંતર હોય છે. માની લો કે તમે રાતે 9 વાગે જમ્યા અને સવારે 9 વાગે નાસ્તો કર્યો તો બંને વચ્ચે 12 કલાકનો ગેપ થઇ જશે. તેથી નાસ્તામાં જરાય મોડું ના કરવું જોઈએ. તમારી દિનચર્યામાં એ વાત વણી લો કે નાસ્તામાં મોડું કરવાનો સીધો અર્થ અજાણતા વજન વધારાને આમંત્રણ આપવા સમાન છે.
નોંધ-
ઉપરોક્ત માહિતી અને ટિપ્સ માત્ર જાણીકારીના હેતુસર આપવામાં આવ્યાં છે. આમાની કોઈપણ માહિતીને અનુસરતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ અવશ્ય લો.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Je8nHa
via Latest Gujarati News
0 Comments