કબજિયાત થાય ત્યારે છોડી દો આ વસ્તુઓ ખાવાનું

બદલાતી લાઈફસ્ટાઈલમાં અનિયમિત ખાન-પાનની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. જેના લીધે કબજિયાત થવી તે સામાન્ય સમસ્યા છે. જો કે કબજિયાત થાય ત્યારે ધ્યાન રાકીને કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવામાં આવે તો તકલીફ ઝડપથી દૂર થઇ શકે છે.


- કબજિયાત થાય ત્યારે દૂધની વસ્તુઓ ના ખાશો, તેમાં ચરબીનું પ્રમાણ વધારે હોવાથી  કબજિયાત ઘટાડવાને બદલે વધારે છે.

- ચા-કોફી પીવાનું બંધ કરવું કારણ કે તે કબજિયાતની તકલીફમાં વધારો કરે છે.


- મેંદાથી બનેલા ખાદ્યપદાર્થો અને તૈલીય વસ્તુઓ ના ખાવી જોઈએ.

- કબજિયાત વખતે વ્હાઈટ બ્રેડ, વ્હાઈટ પાસ્તા અને વ્હાઈટ ચોખા પણ ના ખાવા જોઈએ.


- કબજિયાતમાં કાચા કેળા બિલકુલ ના ખાશો, તે કબજિયાત વધારે છે.

- કોઈપણ પ્રકારની ચિપ્સ ના ખાશો.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wz2FD1
via Latest Gujarati News

Post a Comment

0 Comments