નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
લગ્ન દરેક યુવક અને યુવતી માટે ખાસ હોય છે. લગ્ન બાદ બંનેના જીવનની એક નવી શરૂઆત થાય છે. લગ્ન પહેલા જીવનની દરેક સમસ્યા અને ખુશીનો સામનો એકલા કરતાં બે વ્યક્તિ લગ્ન બાદ એકમેકના સાથી બની સુખ અને દુ:ખ બંનેમાં એકબીજાનો સાથ આપે છે. આ સાથ આપવાનું વચન અને અન્ય મહત્વના વચન એક કન્યા પોતાના લગ્નના મંડપમાં વર પાસેથી માંગે છે. લગ્નમાં ચોરીના ચાર ફેરા ફરતી વખતે આ ચાર વચનની આપ લે થાય છે. તો ચાલો આ વચન કયા કયા છે તે આજે જણાવીએ.
1. ભવિષ્યમાં ઘર અને પરીવારની જવાબદારીઓ પૂરી કરવી અને આ જવાબદારી પૂરી કરવામાં તેનો સાથ આપવાનું વચન કન્યા માંગે છે.
2. કન્યા પોતાના પતિ પાસેથી ઘર પરીવારને નિભાવવા માટેના ખર્ચ ઉઠાવવાની અને કોઈપણ બાબતમાં પત્નીને મહત્વ આપી તેને સહયોગી બનાવવાનું વચન માંગે છે.
3. પોતાના પરીવાર, મિત્રો કે અન્ય કોઈપણ વ્યક્તિ સામે કન્યાને અપમાનિત ન કરવાનું વચન તે પોતાના પતિ પાસેથી માંગે છે.
4. પતિ પોતાના સંબંધ પ્રત્યેની જવાબદારી ઉઠાવે, વફાદાર રહે અને પરસ્ત્રીથી દૂર રહે તેવું વચન માંગે છે.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wtbrXQ
via Latest Gujarati News
0 Comments