અમદાવાદ, 29 મે 2019, બુધવાર
1. યુવતીઓને સૌથી વધારે યુવકોનો બિંદાસ્ત સ્વભાવ પસંદ પડે છે. જે ગમે તે કરી લેવું, ફરવા જવું, મોજ મસ્તી કરવી, બંધન વિના ફરવાવાળા યુવકોની મિત્રતા કરવી યુવતીઓને પસંદ પડે છે. ટાઈમ ટેબલ અનુસાર કામ કરતાં અને બંધનમાં રહેતા યુવકો યુવતીઓને પસંદ પડતા નથી.
2. યુવતીઓ કેર કરતાં યુવકો પાછળ પાગલ હોય છે. કોઈ જગ્યાએ ગયા હોય તો તેની બેસવાની, ખાવા પીવાની ચિંતા કરતા અને તેની સંભાળ લેતા યુવકો યુવતીઓને મિત્ર તરીકે સૌથી વધારે પ્રિય હોય છે. યુવતીઓ ઈચ્છે છે કે જ્યારે તમે બહાર જાઓ ત્યારે યુવક તેને મહત્વ આપે, તેની પસંદ નાપસંદ પર ધ્યાન આપે.
3. વખાણ સાંભળવા દરેક યુવતીની નબળાઈ હોય છે. દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તે પોતાના પ્રિય પાત્ર કે મિત્ર પાસેથી પોતાના વખાણ સાંભળે. યુવતી તૈયાર થઈ આવે તો તેના ડ્રેસ, મેકઅપ અને દરેક વસ્તુને નોટીસ કરી અને તેના વખાણ કરે તે યુવક યુવતી માટે બેસ્ટ બની જાય છે.
4. યુવતી જે પણ વિષય પર જાણકારી ઈચ્છે તે યુવક આપે એટલે કે યુવક સ્માર્ટ હોય તેવી ઈચ્છા પણ યુવતીઓની હોય છે. કંફ્યુઝ અને સામાન્ય જ્ઞાન ન હોય તેવા યુવક યુવતીઓને પસંદ પડતા નથી.
5. આત્મવિશ્વાસથી ભરપુર અને આંખમાં આંખ નાંખી વાત કરવાની હિંમત રાખતા યુવક યુવતીઓને પ્રિય હોય છે.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I54t0A
via Latest Gujarati News
0 Comments