મહાબળેશ્વરમાં 50 ફૂટ ઊંડા ખાડામાં પડી જવા છતાં ત્રણ વર્ષનો બાળક ઉગરી ગયો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 25 મે 2019, રવિવાર

મુંબઈનો ત્રણ વર્ષીય બાળક આયાન શેખ મહાબળેશ્વર ખાતે ૫૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો. જોકે તેનું નસીબ જોર કરતું હોઈ આશરે ત્રણ કલાક બાદ મહાબળેશ્વર ટ્રેકર્સના કાર્યકર્તાઓએ તેને સુખરુપ બહાર કાઢ્યો હતો.

મુંબઈના સાયનનો રહેવાસી આયાન મદરસાના બાળકો જોડે મહાબળેશ્વર ખાતે આવ્યો હતો. તે નાનો હોવાથી તેની માતા પણ તેની જોડે હતી. સાંજે તમામ બાળકો રમી રહ્યા હતાં, ત્યારે અચાનક આયાન ગાયબ થઈ ગયો હતો. ત્રણ કલાક સુધી શોધ્યા બાદ પાસેના કૂવામાં જોતાં ત્યાંથી તેનો અવાજ સાંભળવા મળ્યો હતો.  

પોલીસને આ ઘટના સંબંધિત માહિતી આપવામા આવતાં પોલીસે તુરંત મહાબળેશ્વર ટ્રેકર્સના જવાનોને બોલાવી લઈ યુદ્ધના ધોરણે બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ તુરંત તે બાળકને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આયાન ૫૦ ફૂટ ઊંડા કૂવામાં પડી જવા છતાં સુખરુપ હોવાને કારણે તમામ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં છે.   



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNR2a5
via Latest Gujarati News

Post a Comment

0 Comments