

મુંબઈ, 11 મે 2019, શનિવાર
બોલિવૂડની ફિલ્મો જોવી લોકોને જેટલી પ્રિય છે તેટલી જ પ્રિય છે ટીવી સીરિયલ પણ. એટલે જ તો ટીવી ઈંડસ્ટ્રીના સ્ટાર્સ પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ટીવી સ્ટાર અને બોલિવૂડ સ્ટારમાં વધારે અંતર રહ્યું નથી. જો કે આજે તમને ટીવી ઈંડસ્ટ્રીની એવી અભિનેત્રીઓ વિશે જાણવા મળશે જે ભારતની ન હોવા છતાં લોકપ્રિય છે.

આશકા ગોરાડિયા
આશકા ગોરાડિયા ટીવી સીરિયલોમાં નકારાત્મક ભૂમિકામાં વધારે જોવા મળે છે. આશકા તેના અભિનયના કારણે ખૂબ પ્રખ્યાત છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આશકા ભારતમાં નહીં પરંતુ કેનેડામાં જન્મેલી છે.

રેનુ પારેખ
સ્ટાર પ્લસ પર આવતી ઈશ્કબાજ અને સર્વગુણ સમ્પન સીરિયલમાં મુખ્ય પાત્ર ભજવતી રેનુના લાખો ફેન્સ છે. પરંતુ રેનુ પારેખનો જન્મ અમેરિકાના બોસ્ટર્નમાં થયા છે.

શિલ્પા આનંદ
શિલ્પા આનંદ ટીવી જગતમાં ડોક્ટર રિદ્ધિમા તરીકે પ્રખ્યાત થઈ હતી. તેમના આ પાત્રને લોકસરાહના મળી હતી પરંતુ શિલ્પા હકીકતમાં ઈટલીમાં જન્મેલી છે.

શમા સિકંદર
શમા સિકંદર ટીવી ઈંડસ્ટ્રીમાં બોલ્ડ અભિનેત્રી તરીકે પ્રખ્યાત છે. તે અનેક સીરિયલોમાં કામ કરી ચુકી છે પરંતુ તે ભારતીય નથી. તેનો જન્મ જર્મનીમાં થયો છે.

ચાર્લી ચૌહાણ
યે કૈસી યારીયા સીરિયલથી લોકપ્રિય થયેલી ચાર્લી મેક્સિકોમાં જન્મેલી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YhNsXa
via Latest Gujarati News
0 Comments