બોલિવૂડના સૌથી ખતરનાક સાઈકો વિલન, જેને જોઈ ઊડી જાય છે લોકોની ઊંઘ


મુંબઈ, 11 મે 2019, શનિવાર

બોલિવૂડની ફિલ્મો વિલન વિના અધુરી રહે છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય છે જેમાં એટલા ભયંકર વિલન દેખાડવામાં આવે છે જે રાતની ઊંઘ ઉડાડી દેનાર હોય છે. આજે આવા જ સાઈકો વિલન વિશે તમને જાણવા મળશે જે આજે પણ ભયંકર શ્રેણીમાં આવે છે. 

શબાના આઝમી

ફિલ્મ મકડીમાં શબાના આઝમીએ ચુડેલનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર ભજવી તેણે ખૂબ લોકપ્રિયતા અને પ્રસંશા મેળવી હતી. આ ફિલ્મ 2002માં આવી હતી પરંતુ શબાનાનું આ પાત્ર આજ સુધી લોકોને ડર અપાવે છે.

આશુતોષ રાણા

અક્ષય કુમારની ફિલ્મ સંઘર્ષમાં લજ્જા શંકર નામનું પાત્ર આશુતોષ રાણાએ ભજવ્યું હતું. આ પાત્ર એટલું ભયંકર હતું કે આશુતોષ સાઈકો વિલન તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા. તેમના આ પાત્રને જોઈ આજે પણ લોકો ભયભીત થઈ જાય છે. 

પ્રશાંત નારાયણન

ફિલ્મ મર્ડર 2માં ધીરજ પાંડે નામનું પાત્ર પ્રશાંતએ ભજવ્યું હતું. આ પાત્ર ખૂંખાર વ્યક્તિનું હતું અને તે ફિલ્મમાં યુવતીઓને ભયંકર રીતે મારી નાંખતો હતો. આ પાત્ર આજ સુધી લોકોના મનમાં ભય ઉપજાવે છે. 

નવાઝુદ્દીન સિદ્દકી

નવાઝુદ્દીન સિદ્કી બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા છે. તેમણે જે ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવ્યું તે ભયંકર રહ્યું છે. તેમાં સૌથી વધારે ખતરનાક વિલન તેઓ ફિલ્મ રમન રાઘવમાં બન્યા હતા. 

મોહન આગશે

ફિલ્મ ત્રિમૂર્તિમાં ખોખા સિંહનું પાત્ર ખૂબ ડરામણું હતું. અનિલ કપૂર, શાહરુખ ખાન અને જૈકી શ્રોફ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા પરંતુ તે તમામમાં લોકો આ પાત્રને સૌથી વધારે પસંદ કરે છે. 

 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hg8q3m
via Latest Gujarati News

Post a Comment

0 Comments