નવી દિલ્હી, તા.11 મે 2019, શનિવાર
આધાર કાર્ડ હવે બહુ જરુરી બની ગયુ છે. એક વખત આધાર કાર્ડ બનાવ્યા બાદ ઘણાને તેમાં પાછળથી સુધારા પણ કરાવવા પડતા હોય છે.
જોકે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય બાદ હવે આધાર કાર્ડ અપડેટ કરાવવુ મોંઘુ થઈ ગયુ છે. આધાર કાર્ડ અપડેટ કરવા માટેની ફીમાં 22 એપ્રિલથી બદલાવ કરાયો છે.
આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ ચાર્જ નહી લાગે પણ ડેમોગ્રાફિક અપડેટ માટે 50 રુપિયા આપવા પડશે. બાયોમેટ્રિક અપડેટમાં હાથની આંગળીન નિશાન, આંખની કીકીનો સ્કેનનો સમાવેશ થાય છે.
જ્યારે ડેમોગ્રાફિક અપડેટમાં વ્યક્તિના નામ, મોબાઈલ નંબર, પિતા કે પતિના નામનો સમાવેશ થાય છે.આ માટે 50 રુપિયા આપવા પડશે.
જોકે એડ્રેસનુ ઓનલાઈન અપડેટ કરવા માટે કોઈ ચાર્જ નથી. ઈ કેવાયઈસી અથવા એ ફોર સાઈઝના પેપર પર આધારના કલર પ્રિન્ટ આઉટ માટે 30 રુપિયા લેવાશે. તેનાથી વધુ ફી લેવી ગેરકાયદેસર હશે. જો કોઈ વધારે ચાર્જ લેતુ હશે તો ટોલ ફ્રી નંબર 1947 પર તેની ફરિયાદ કરી શકાશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WC8qzP
via Latest Gujarati News
0 Comments