નવી દિલ્હી, તા.11 મે 2019, શનિવાર
રાજધાની દિલ્હીમાં લોકસભાની ચૂંટણીના જંગનો માહોલ ગરમાયેલો છે ત્યારે દિલ્હીમાં પશ્ચિમ દિલ્હીની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર જાખડના પુત્રએ આપ પર ગંભઈર આરોપ લગાવ્યો છે.
બલબીર જાખડના પુત્ર ઉદય જાખડનુ કેહવુ છે, દિલ્હીના સીએમ કેજરીવાલે આ બેઠક પરથી મારા પિતાને ટિકિટ આપવા માટે 6 કરોડ રુપિયા લીધા છે. બીજી તરફ બલબીર જાખડે પુત્રના આરોપોને ફગાવી દીધા છે. તેમનુ કહેવુ છે કે, મારો પુત્ર મારી સાથે રહેતો જ નથી.
ઉદય જાખડનુ કહેવુ છે કે, મારા પિતાએ જ મને આ વાત કરી હતી. તેમણે મને ભણવા માટે પૈસા નહી આપીને ટિકિટ માટે કેજરીવાલને પૈસા આપી દીધા છે. હજી તો મારા પિતાએ 3 મહિના પહેલા જ રાજકારણમાં પગ મુકયો છે. મારી પાસે મારી વાતને સાબિત કરવાના ઘણા પૂરાવા છે.
ઉદયે કહ્યુ હતુ કે, આ આરોપલ ગાવ્યા બાદ મારા પિતા મને ઘરમાં ઘૂસવા નહી દે. જોકે ભારતના નાગરિક તરીકે મારી ફરજ છે કે, સત્યને જાહેર કરુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vg7AqT
via Latest Gujarati News
0 Comments