નવી દિલ્હી, તા.11 મે 2019, શનિવાર
હિમાચલ પ્રદેશના ઉનામાં ચૂંટણી સભા સંબોધવા ગયેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હેલિકોપ્ટરમાં બેસી રહ્યા હતા ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
હેલિકોપ્ટરનો પાયલોટ આ ખામીને દુર કરી રહ્યો હતો ત્યારે રાહુલ ગાંધી પણ તેને મદદ કરવા માંડ્યા હતા. જોકે ગણતરીની મિનિટોમાં નાનકડી ખામીને દુર કરી લેવાઈ હતી.
રાહુલ ગાંધીએ ફેસબૂક પેજ પર આ ઘટનાનો વિડિયો મુક્યો છે. 22 કલાકમાં આ વિડિયો 11 લાખ લોકો જોઈ ચુક્યા છે. તેમણે લખ્યુ હતુ કે, ટીમવર્કનો મતલબ થાય છે કે, તમામ લોકોને મદદ કરો.
હેલિકોપ્ટરની ખામી બહુ જલ્દી દુર થઈ ગયા બાદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરે રાબેતા મુજબ ઉડાન ભરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jdg5Sb
via Latest Gujarati News
0 Comments