ક્રેડિટ કાર્ડ હૈક થઈ જાય તો આ સ્ટેપ ફોલો કરી મેળવો પૈસા પાછા


નવી દિલ્હી, 11 મે 2019, શનિવાર

ક્રેડિટ, ડેબિટ કાર્ડ અને ઈંટરનેટ બેંકિંગમાં ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. છાશવારે સાંભળવા મળે છે કે ક્રેડિટ કાર્ડની જાણકારી મેળવી ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરવામાં આવી હોય. જ્યારે પણ આવી ઘટના બને તો વ્યક્તિ પોતાના પૈસા પરત મેળવી શકે છે પરંતુ તેના માટે તેની પાસે પુરતી જાણકારી હોવી જરૂરી છે. જ્યારે પણ આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે આ ચાર સ્ટેપ ફોલો કરવાથી ખાતામાંથી ગયેલી રકમ પરત મેળવી શકાય છે. 

કાર્ડને બ્લોક કરો

સૌથી પહેલા તો તમને જાણ થાય કે કાર્ડ સાથે છેડછાડ થઈ છે તો પહેલું કામ કરો કાર્ડને બ્લોક કરવાનું. કાર્ડ બ્લોક કરવા માટે કંપનીના કસ્ટમર કેર નંબર પર કોલ કરી અને કાર્ડ વિશે જાણકારી આપી તેને બ્લોક કરાવી દો.

બેન્કને જાણ કરો

તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારના વ્યવહાર થાય તો તુરંત બેન્કને સુચના આપો. તમારી નજીકની બેન્ક બ્રાંચનો સંપર્ક કરો અને કાર્ડ હૈક થયાની જાણકારી આપો. જેટલી ઝડપથી બેન્કને જાણ કરશો તેટલી ઝડપથી બેન્ક એકશન લેશે.

ઈમેલ કરો

કાર્ડ બ્લોક કરાવ્યા બાદ પોતાની બેન્કને ઈમેલ કરી ફ્રોડ વિશે જાણકારી આપો. ઈમેલમાં તમારા ખાતામાંથી થયેલા વ્યવહારનો સ્ક્રીનશોટ અટેચ જરૂરથી કરવો.

વળતર માટે અરજી કરો

જો તમારા ખાતામાંથી નાણાની ઉચાપત થઈ હોય તો બેન્કને લેખિતમાં ફરિયાદ કરો અને વળતર માટે અરજી કરો. ખાસ ધ્યાન રાખવું કે આ અરજી 3 દિવસની અંદર કરી દેવી કારણ કે બેન્કને તેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં 120 દિવસનો સમય લાગે છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YprCRY
via Latest Gujarati News

Post a Comment

0 Comments