નવી દિલ્હી, તા. 13 મે 2019, સોમવાર
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં મતદાન થયું. દિલ્હીમાં મતદાનની ટકાવારી 60.21 ટકા રહી જે 2014ના મતદાન કરતા 5 ટકા ઓછું છે.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ભીષણ ગરમીના કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. મતદાનમાં થયેલા ઘટાડા બાદ રાજકીય વિશ્લેષકોની સાથે સાથે રાજકીય પાર્ટીઓ પણ ગણતરીમાં લાગી ગઇ છે કે ઓછા મતદાનનો ફાયદો કોને થશે? દિલ્હીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડ્યો છે અને તેને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતો વહેંચાઇ જવાની અપેક્ષા છે. જોકે મોદીવિરોધી મતો વહેંચાઇ ગયાં કે નહીં એ તો પરિણામો બાદ જ ખબર પડશે.
ગત લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના મતદારોએ દિલ ખોલીને મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી 65.1 ટકાએ પહોંચાડી દીધી હતી જે આ વખતે પાંચ ટકા ઘટી જવા પામી છે. 2009માં દિલ્હીમાં 51.84 ટકા મતદાન થયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YnyUFF
via Latest Gujarati News
0 Comments