લોકસભા ચૂંટણીઃ 2014ના મતદાનની ટકાવારીનો રેકોર્ડ તૂટશે કે કેમ એ સવાલ

નવી દિલ્હી, તા. 13 મે 2019, સોમવાર

રવિવારે લોકસભા ચૂંટણીની 59 બેઠકો પર વોટિંગ સમાપ્ત થયા બાદ અત્યાર સુધી 543 બેઠકોમાંથી 89 ટકા એટલે કે 484 બેઠકો પર ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થઇ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળને બાદ કરતા ઘણાં ખરાં પ્રદેશોમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે.

અત્યાર સુધીના 6 તબક્કાના મતદાનની ટકાવારી જોઇએ તો દરેક તબક્કામાં મતદાન ઘટતું રહ્યું છે. પહેલાં તબક્કામાં સૌથી વધારે મતદાન થયું તો છઠ્ઠા તબક્કામાં સૌથી ઓછું. આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન થયું છે. જોકે સવાલ એ છે કે 2014માં થયેલા 66.4 ટકા મતદાનનો રેકોર્ડ આ વખતે તૂટશે કે નહીં?

વિશેષજ્ઞોનું અનુમાન હતું કે આ વખતે મતદાનની ટકાવારી વધી શકે છે. જો વોટિંગ ટર્નઆઉટની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, ગુજરાત, આસામ અને કર્ણાટકમાં 1962 બાદ સૌથી વધારે મતદાન થયું છે. તો છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષમાં સૌથી વધારે તો મહારાષ્ટ્રમાં 30 વર્ષમાં સૌથી વધારે મતદાન થયું છે. સાતમા અને અંતિમ તબક્કાના મતદાનની ટકાવારી બાદ સ્પષ્ટ થશે કે 2019માં 2014ના મતદાનની ટકાવારીનો રેકોર્ડ તૂટશે કે નહીં?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HegW2t
via Latest Gujarati News

Post a Comment

0 Comments