સલમાન ખાનની આગામી ફિલ્મ હિરોઇન વિનાની હશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 મે 2019, રવિવાર

સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ 'ભારત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન  તેની નવી ફિલ્મની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેની આગામી ફિલ્મ કોરિયન ફિલ્મ પરથી બનાવામાં આવશે. જેમાં હિરોઇનનું પાત્ર કદાચ ન હોય.

૨૦૧૫ની  કોરિયન ફિલ્મ એક ડિટેકટિવની આસપાસ ફરે છે. અતુલ અગ્નિહોત્રીએ આ કોરિયન ફિલ્મના રાઇટસ ખરીદી લીધા છે. તે હવે  આ ફિલ્મ પર કામ શરૂ કરશે. આ ફિલ્મમાં  હિરોઇનનું પાત્ર ન હોવાની હાલ ચર્ચા છે. 

આ પ્રોજેક્ટના નજીકના સૂત્રે જણાવ્યું હતુ ંકે, '' સલમાન આ પ્રોજેક્ટ માટે ઉત્સાહિત અને રોમાંચિત છે. આવતા વરસે આના પર કામ શરૂ થાય તેવી શક્યતા છે. બોલીવૂડની ફિલ્મો હિરોઇન વગર બનવી અશક્ય હોય છે. દર્શકોનું મનોરંજન માટે ફિલ્મમાં કામણગારી અભિનેત્રીઓ પર ભાર મુકાતો આવ્યો છે, તેવામાં સલમાન ખાનની આ ફિલ્મ હિરોઇન વગરની હશે તેવી હાલ ચર્ચા થઇ રહી છે. 

જોકે  સલમાન એકલપંડે ફિલ્મનો ભાર ઉપાડવા માટે સક્ષમ છે. આમ પણ તેની ફિલ્મોમાં હિરોઇનને ફક્ત રૂપકડી નાર તરીકે જ રજુ કરવામાં આવતી હોય છે. ભાગ્યે જ તેની ફિલ્મોમાં અભિનેત્રીઓનો અસરકારક રોલ હોય છે. તેથી જ દીપિકા પદુકોણ અને તેની જોડી રૂપેરી પડદે બની શકતી નથી તેમ કહેવાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vSMyEr
via Latest Gujarati News

Post a Comment

0 Comments