
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 મે 2019, રવિવાર
બાહુબલીના દિગ્દર્શક હાલ પોતાની આગામી ફિલ્મ 'ટ્રિપલ આર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર રામ ચરણ તેજા અને જૂનિયર એનટીઆર મુખ્ય પાત્રમાં છે. જ્યારે દિગ્દર્શકે પોતાની ફિલ્મને દુનિયાભરમાં ફેલાવવા માટે બોલીવૂડની લીડિંગ એકટ્રેસ આલિયા ભટ્ટને લીડ રોલમાં કાસ્ટ કરી છે. આલિયા ફિલ્મમાં રામ ચરમ તેજા સાથે ઓન સ્ક્રીન રોમાન્સ કરતી જોવા મળશે.
આ ફિલ્મનું શૂટિંગ વ્યવસ્થિ ચાલીરહ્યું હતું. પરંતુ થોડા દિવસો પહેલા શૂટિંગ દરમિયાન જૂનિયર એનટીઆરને ઇજા થઇ હતી. પરિણામે શૂટિંગ અટકી પડયુ ંહતું. પરંતુ આ દરમિયાન આલિયાને આ ફિલ્માં પોતાના પાત્ર પર કામ કરવા માટે વધારાનો સમય મળી ગયો છે. એક રિપોર્ટની વાત માનીએ તો ડિરેકટર આલિયાના સ્ટારડમને ધ્યાનમાં રાખીને તેના પાત્રને વધુ મજબૂત કર્યું છે.
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતુ ંકે, '' રાજામોલી હાલ આલિયાના પાત્રને વધુ મજબૂત કરવાની તૈયારીકરી રહ્યો છે. તે ઇચ્છે છે કે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીને પોતાની ફિલ્મમાં સારી સ્પેસ આપવામાં આવે. જેથી તેના સ્ટારડમ સાથે ન્યાય પણ થાય અને તેની ફિલ્મની પહોંચ દેશદેશાવર સુધી પહોંચી શકે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ કેમિયોમાં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q2Qufd
via Latest Gujarati News
0 Comments