
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 મે 2019, રવિવાર
દુનિયાને સત્ય શીખવનાર આચાર્ય ચાણક્ય સદીઓ બાદ પણ આજે લોકપ્રિય છે. તેમના પુસ્તક ચાણક્ય નીતિના નામે પ્રસિદ્ધ થયા છે. અજય દેવગણ હવે આ આચાર્યની જીવનકથનીમાં કામ કરવાનો છે.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતુ ંકે, આચાર્ય ચાણક્યના જીવનને એક જ ભાગમાં સમાવવું અશક્ય છે. તેથી તેને બે ભાગમાં બનાવવી પડે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઇ ગયું છે. ચાણકયના માથા પર વાળ નહોતા પરંતુ તેઓ એક લાંબી ચોટલી રાખતા હતા. અજય દેવગણ આ પાત્ર માટે ખરેખર માથાના વાળ દૂર કરશે કે પછી પ્રોસ્થેટિક મેકઅપનો સહારો લેશે એનો નિર્ણય લુક ટેસ્ટ દરમિયાન લેવામાં આવશે.
અજય દેવગણ હાલ વિવિધ વિષયો પર બનતી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. 'દે પ્યાર દે'માં રોમેન્ટિક, તાનાજીમાં યોદ્ધા, આ પછી એક ફૂટબોલ પ્લેયરની બાયોપિકમાં કામ કરશે અને હવે તેનું નામ આચાર્ય ચાણક્યની જીવનકથની સાથે જોડાયું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WGraOG
via Latest Gujarati News
0 Comments