ગરમીમાં ઠંડા પીણા નહીં આ 5 પ્રકારની ચા આપશે ઠંડક


અમદાવાદ, 13 મે 2019, સોમવાર

ગરમીમાં ઠંડક મેળવવા માટે સામાન્ય રીતે લોકો ઠંડા પીણા, આઈસક્રીમ, ગોલાની મદદ લેતા હોય છે. તેવામાં જો તમને કોઈ કહે કે ગરમીમાં રાહત તમને ચા અપાવશે તો ? આ વાત માનવમા આવે નહીં પરંતુ હકીકત છે કે ગરમીના સમયમાં ચા ઠંડક આપી શકે છે પરંતુ તેના માટે ખાસ પ્રકારની ચા પીવી પડે છે. આ ખાસ ચા દૂધ, મસાલા અને ખાંડવાળી નહીં પરંતુ હર્બલ ટી છે. આ ચા ગરમીમાં લાભ કે છે અને શરીરમાંથી ગરમી અને ગંદકી બંને બહાર કાઢે છે. 

હર્બલ ચા એન્ટીઓક્સીડેટ્સથી ભરપૂર હોય છે. આ ચા ડાયાબિટીસ, બીપી જેવી તકલીફમાં રાહત આપે છે. તેમાં અનેક પ્રકારની ઔષધિ હોય છે જે શરીરને ઠંડક આપે છે અને લૂથી પણ બચાવે છે. આ ચા રોજ પીવાથી પાચનક્રિયા પણ સુધરે છે. તો ચાલો જાણી લો પાંચ પ્રકારની હર્બલ ચા બનાવવાની રીત.

ગુલાબની ચા

ગુલાબની ચા પીવાથી ત્વચાની ચમક વધે છે. તેમાં વિટામિન હોય છે જે ત્વચાની સમસ્યા દૂર કરી ઠંડક આપે છે. તેના માટે દોઢ કપ પાણીને ઉકાળો તેમાં એક તાજા ગુલાબના પાન ઉમેરી 1 મિનિટ સુધી ઉકાળો. આ ચા ઠંડી થઈ જાય એટલે તેને ગાળી અને ઉપયોગમાં લેવી.

ડુંગળીની ચા

ડુંગળીમાં ફ્રી રેડિકલ્સ હોય છે જે શરીરને લૂથી બચાવે છે. તેના માટે દોઢ કપ પાણીમાં ડુંગળીના ટુકડા ઉમેરી ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી અને તેમાં ગ્રીન ટી બેગ ઉમેરી અને ગાળીને ઉપયોગમાં લેવી.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં અનેક મહત્વપૂર્ણ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. તેને પીવાથી વજન પણ ઘટે છે. ગ્રીન ટીનો ઉપયોગ નિયમિત કરવાથી હૃદય અને ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. 

તુલસીની ચા

તુલસી એક ઔષધિ છે. તેની ચા બનાવવા માટે 1 કપ પાણી ઉકાળી તેમાં 7 તુલસીના પાન ઉમેરો. ગેસ બંધ કરી આ પાણીને 2 મિનિટ ઢાંકી રાખો. ત્યારબાદ તેમાં લીંબૂનો રસ અને જરૂર અનુસાર મધ ઉમેરી ઉપયોગમાં લેવી.

ફુદિના ટી

આ ચા પેટ માટે લાભકારી છે. ઉકળતા પાણીમાં ફુદીનાના પાન ઉમેરો અને 10 મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેને ગાળી અને પી લેવું. 




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yprz8q
via Latest Gujarati News

Post a Comment

0 Comments