વારાણસી, તા. 13 મે 2019, ગુરૂવાર
વારાણસીથી વડાપ્રાધાન મોદી વિરૂદ્ધ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પૂર્વ સાંસદ અતીક અહમદે મેદાન છોડવાની વાત કરી છે. મીડિયાને આપેલ પત્રમાં અતીતે પેરોલ ન મળવાના કારણે ચૂંટણીમાંથી હટવાની વાત કરી છે. અતીકે સાથે-સાથે કહ્યું કે, તે કોઇ પણ ઉમેદવારને સમર્થન નહીં કરે.
અતીક અહમદે અપક્ષ ઉમેદવાર તરીકે આવેદન કર્યા બાદ ચૂંટણી પ્રચાર કરવા માટે પેરોલની અરજી કરી હતી. થોડા દિવસ પહેલાં MP, MLA કોર્ટ અને ત્યારબાદ હાઇકોર્ટે તેમની અરજી નકારી દીધી હતી. અતીકના ચૂંટણી એજન્ટ એડવોકેટ શહનવાજ આલમે રવિવારે અતીકનો નૈની જેલથી લખેલ પત્ર મીડિયાને સોંપ્યો હતો.
આ પત્રમાં ચૂંટણી મેદાનમાંથી હટવાની વાત કરી છે. પત્રમાં લખેલ છે કે, ભારતમાં લોકતંત્રના મૂળ ઘણા મજબૂત છે પરંતુ એવી વિચારધારાના લોકો પણ છે જે લોકતંત્રને ખતમ કરીને હિટલરશાહી લાવવા માગે છે. પત્રમાં મતદારો પાસે સાંપ્રદાયિક તાકાતને હરાવવાની અપીલ કરવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WEM4h9
via Latest Gujarati News
0 Comments