
અમદાવાદ, 13 મે 2019, સોમવાર
નબળી દ્રષ્ટિના કારણે નાની ઉંમરમાં યુવક યુવતીઓને ચશ્મા આવી જાય છે. આ ઉપરાંત તડકાથી બચવા માટે પણ લોકો ચશ્માનો ઉપયોગ કરતા હોય છે. સવારથી સાંજ સુધી ચશ્મા પહેરવાથી નાક પર નિશાન પડી જાય છે. આ નિશાન સુંદર ચહેરા પર દાગ સમાન દેખાય છે. આ નિશાન દૂર કરવા માટે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો જાણી લો કે કેવી રીતે ચહેરા પરના નિશાન દૂર કરી શકાય.
એલોવેરા
ત્વચા માટે કૂલિંગ એજન્ટ છે એલોવેરા, ચશ્માના કારણે નાક પર જે નિશાન થાય છે તેને દૂર કરવા માટે એલોવેરાના ગરને નાક પર લગાવો. 10 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી સાફ કરી લો.
બટેટા
બાફેલા બટેટાની પેસ્ટને આ નિશાન પર 15 મિનિટ લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ તેને સાફ કરી લો.
કાકડી
કાકડની સ્લાઈસ કરી અને આ નિશાન પર મુકો. આંખની આસપાસ પણ આ સ્લાઈસ રાખવી. થોડા જ દિવસોમાં નિશાન ગાયબ થઈ જશે.
લીંબૂ
પાણી સાથે લીંબૂનો રસ ઉમેરી અને રૂની મદદથી ચહેરા પરના નિશાન પર લગાવો. 15 મિનિટ બાદ મોં ધોઈ લો.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WD8m2E
via Latest Gujarati News
0 Comments