ખરાબ આહાર શરીર માટે ધૂમ્રપાન કરતાં પણ વધારે હાનિકારક છે


નવી દિલ્હી, 13 મે 2019, સોમવાર

ખરાબ ભોજન શૈલી શરીર માટે જોખમી છે. જંક ફૂડ, અનિમિત ભોજનનો સમય ખરાબ આહાર શૈલી દર્શાવે છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીસ સ્ટડી નામના સર્વે અનુસાર વિશ્વમાં 20 ટકા મૃત્યુ આહારના કારણે થાય છે. આ આહારમાં મસાલેદાર, તળેલા, જંકફૂડ, ચટાકેદાર ખોરાકનો સમાવેશ થાય છે. આવો ખોરાક ખાવા પાછળનું કારણ તણાવપૂર્ણ વાતાવરણ હોય છે. તાણમાં રહેતા લોકો આ પ્રકારનું ભોજન કરવા પ્રરિત થાય છે. પરંતુ સ્વસ્થ આહારમાં સ્વાદ પ્રચૂર ભોજન જ જરૂરી નથી તેમાં પોષકતત્વોનો સમાવેશ થાય તે પણ જરૂરી છે. 

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આપણા આહારમાં કેટલાક પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય તે જરૂરી છે. ભોજનમાં લાલ, નારંગી, પીળો, લીલો, રીંગણી, સફેદ રંગ અને છ પ્રકારના સ્વાદ જેમાં મીઠો, ખાટો, નમકીન, કડવો, ચટપટો અને કસૈલા સ્વાદ હોવા જોઈએ. પૌરાણિક કથાઓમાં ભોજન ચક્રના અનેક ઉદાહરણ આપવામાં આવ્યા છે. જેમકે ઉપવાસમાં કંઈજ ન ખાવું ઉપરાંત કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો તેવી પ્રથા છે. 

વ્યક્તિ જ્યારે કંઈક ખાય છે તો તેના મગજને આ સંકેત માત્ર 20 મિનિટ પછી મળે છે. તેથી દરેક કોળીયાને 15 વખત ચાવી અને ખાવો જોઈએ. તેનાથી પૂરતી માત્રામાં હોર્મોન મળે છે અને મગજને સંકેત પણ મળે છે. દરેક ભોજનનો સમય 20 મિનિટનો હોવો જોઈએ. કારણ કે સ્વાદની ગ્રંથીઓ જીભના આગળના ભાગમાં હોય છે જો તમે ઝડપથી ખોરાક ઓગાળી જશો તો મગજને તેના સંકેત મળશે નહીં. એટલે ભોજન નાના ટુકડામાં અને બરાબર ચાવીને કરવું. 

ભોજન માટેના શ્રેષ્ઠ સુચન

1. ઓછું ખાવું અને ધીરેધીરે ખાવું.

2. થાળીમાં ફળ અને શાક વધારે પ્રમાણમાં લેવા.

3. અનાજનો અડધો ભાગ આખો હોવો જોઈએ.

4. ટ્રાંસફેટ અને ખાંડનો ઉપયોગ ઓછો કરો.

5. ચરબી વિનાના ભોજનને પસંદ કરો. 

6. પાણી ભરપૂર પ્રમાણમાં પીઓ.

7. સોડિયમનું ઉચ્ચ સ્તર હોય તેવા ખોરાકથી દૂર રહો. 




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yn8XWH
via Latest Gujarati News

Post a Comment

0 Comments