7 રાજ્યોની 59 સીટો પર આવતીકાલે 6ઠ્ઠા તબક્કાનું મતદાન


નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર

17મીં લોકસભાની ચૂંટણીના 6ઠ્ઠા તબક્કાનું મતદાન આવતીકાલે છે. જેમાં 7 રાજ્યોની 59 સીટો પર મતદાન થશે. આ તબક્કામાં 1.13 લાખ બૂથ પર 10.16 કરોડ મતદાતા 979 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય કરશે. 2014ના પરિણામોના આધારે જોવામાં આવે તો ભાજપ આ તબક્કામાં સૌથી મજબૂત પાર્ટી બનેલી છે કારણ કે, આ તબક્કામાં ભાજપને 59 સીટો પરથી 44 સીટો પર ભાજપની જીત થઇ હતી. જ્યારે કોંગ્રેસના આ તબક્કામાં માત્ર 2 સીટો જ મળી હતી.

છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી અને હરિયાણાની 59 સીટો પર 10 લાખથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે આ સાત રાજ્યોમાં કુલ 113,167 મતદાન કેન્દ્ર બનાવ્યા છે.

આવતીકાલે છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, બિહારની 8, મધ્યપ્રદેશની 8, પ.બંગાળની 8, ઝારખંડની 4, સીટો પર મતદાન થશે. આ સિવાય આ તબક્કામાં હરિયાણાની તમામ 10 લોકસભા સીટ જ્યારે દિલ્હીની તમામ 7 લોકસભા સીટ પર મતદાન યોજાશે.

છઠ્ઠા તબક્કામાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ઉપરાંત ભાજપના નેતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી મેનકા ગાંધી, અલાહાબાદ સીટ પરથી રીટા બહૂગુણા જોષી, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, મનોજ તિવારી ગૌતમ ગંભીરીન કિસ્મત દાંવ પર છે. જ્યારે કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વીજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શીલા દીક્ષિત સહીતના દિગ્ગજ નેતાઓની કિસ્મત દાંવ પર છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LCU94H
via Latest Gujarati News

Post a Comment

0 Comments