
નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર
રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર થયેલા ગેંગરેપ પર રાજકારણ તેજ થયું છે. ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દરિંદોને પકડવાની જગ્યાએ કોંગ્રેસ સરકાર આ મામલાને દબાવામાં લાગી છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં પણ ચૂંટણી હતી તેથી કોંગ્રેસ સરકાર તે દિકરીને ન્યાય આપવાની જગ્યાએ ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોવે છે. આ જ કોંગ્રેસના ન્યાયની સચ્ચાઇ છે.
સાથે જ વડાપ્રધાન મોદીએ એવોર્ડ વાપસી ગેંગ પર પ્રહાર કરતા કહ્યું કે, આ જે એવોર્ડ વાપસી ગેંગ હતી, હું તેમને પુંછવા માંગુ છું કે જો અલવરની દિકરી પર રેપ થવા પર પણ તમારી ગેંગ ચૂપ કેમ બેસી છે.
ઉલ્લેખનિય છે કે, 26 એપ્રિલે કેટલાંક લોકોએ થાનાગાજી-અલવર રોડ પર બાઇક પર જઇ રહેલા દંપત્તિને રોકી અને પતિને માર માર્યો અને તેમણે પતિની સામે મહિલા સાથે ગેંગરેપ કર્યો. એક આરોપીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ઘટનાના 12 દિવસ બાદ પોલીસને આરોપીને ઝડપવામાં સફળ રહી અને આ ઘટના બાદ રાજસ્થાન પોલીસ પર બેદરકારીના આરોપ લાગી રહ્યાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VWCV6q
via Latest Gujarati News
0 Comments