પાકિસ્તાનના બલૂચિસ્તાનની એક હોટલમાં આતંકીઓ ઘુસ્યા


નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર

પાકિસ્તાનના બલૂચિસ્તન પ્રાંત સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં શનિવારે સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો. હુમલો કરવા આતંકીઓની સંખ્યા ત્રણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે હજુ આ હોટલમાં જ છે. હોટલની અંદરથી ગોળીબારનો અવાજ સંભળાય રહ્યો છે.

આ હુમલાને લઇને ગ્વાદરમાં અધિકારીઓએ જણાવ્યું કે, પર્લ કૉન્ટિનેંટલ હોટલમાંથી મોટાભાગના મહેમાનોને સુરક્ષિતરીતે બહાર નિકાળવામાં આવ્યા છે. જ્યારે આતંકવાદીઓ અત્યારે પણ તે હોટલમાં છે.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hf49wV
via Latest Gujarati News

Post a Comment

0 Comments