દૂધ પીવાથી શરીરને તાકાત મળે છે અને તે પ્રોટીન, કેલ્શિયમસ રાઈબોફ્લેવિન (વિટામીન બી-2)ના સારા સ્ત્રોત છે. જો કે મોટાભાગના લોકોમાં દૂધ પીવાના લઇને જાતજાતની ધારણાઓ હોય છે. કેટલાક લોકો કહે છે કે દૂધ તો સવારે જ પીવું જોઈએ તો કેટલાક કહે છે કે સાંજે કે રાતે પીવું જોઈએ. પરંતુ આ વિશે સાચી સમજણ આજે અહીં આપવામાં આવી છે.

સવારે દૂધ પીવું
જો તમે સવારે દૂધ પીવો તો એ ચતમારા શરીર માટે ભારે ભોજન હોઈ શકે છે. આવામાં સવારે ભારે ભોજન લેવાથી તમારા પાચનતંત્રને એનું ભોજન પચાવવા બહુ મહેનત કરવી પડે છે. જેના લીધે ઘણીવાર ગેસ કે પેટમાં દુખાવા જેવી તકલીફો થઈ શકે છે. મોટાભાગના ડૉક્ટર્સની વાત માનીએ તો સવારના સમયે આપણું પાચનતંત્ર એકસાથે ઘણી ભારે વસ્તુઓને પચાવી શકતુ નથી. તેથી સવારે દૂધ પીવાનું ટાળવું જોઈએ.
રાતે દૂધ પીવાના ફાયદા
રાતે દૂધ પીવાથી પેટ ભરેલું લાગશે અને સૂતી વખતે ભૂખ પણ ના લાગવાથી ઉંઘ સારી આવશે. આ ઉપરાંત રાતે દૂધ પીવાથી શરીરની માંસપેશીઓને પણ આરામ મળે છે. જેનાથી માણસનો થાક ઉતરે છે. જો તમારે ત્વચા સારી રાખવી હોય તો રાતે સૂતા પહેલાં દૂધ પીવું જોઈએ. તેથી જ સવારની સરખામણીએ રાતે દૂધ પીવું ફાયદાકારક મનાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DZm3BK
via Latest Gujarati News
0 Comments