હળદરના છોડના મૂળમાથી નીકળતાં કરક્યૂમિનને કેન્સરને રોકવામાં અને સારવારમાં મદદરૂપ માનવામાં આવે છે. ફેડરલ યુનિવર્સિટી ઓફ સાઓ પાઉલો (યુનિફૈસ્પ) અને ફેડરલ યુનિવર્સિટી ઓફ પારા (ઉફ્પા)ના રિસર્ચર્સે બ્રાઝિલમાં આ માહિતી આપી છે કરક્યૂમિન ઉપરાંત હિસ્ટોન ગતિવિધિનો અભ્યાસ કરવામાં મહત્વનો ફાળો ભજવનારા અન્ય તત્વોમાં કોલકેલ્સીફેરોલ, રેસ્વેરાટ્રોલ, ક્વેરસેટિન,ગાર્સિનૉલ અને સોડિયમ બ્યૂટાઈરેટ (આહાર ફાઈબરના ફોર્મોન્ટેશનના પછી આંતરડામાં બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત) મુખ્ય હતા.

ગેસ્ટ્રિક કેન્સરથી થતા મૃત્યનો દર 72 ટકા
પેટના કેન્સરના સામાન્ય લક્ષણ બહુ ધીમેધીમે ફેલાય છે તેથી શરૂઆતમાં તેના લક્ષણો સ્પષ્ટ નથી હોતા. તેના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો....
- ભૂખ ઓછી થવી
- વનજમાં ઘટાડો
- પેટમાં દુખાવો
- અપચો - ઉબકા આવવા
- ઉલટી થવી (લોહી સાથે કે સામાન્ય)
- મળમાં લોહી આવવું
તણાવ, ધૂમ્રપાન અને આલ્કોહોલ છે જવાબદાર
આ લક્ષણોમાંથી કેટલાકની સારવાર કરી શકાય ચે કારણે કે તે દેખાય છે અને મટી જાય છે. જો કે કેટલાક લક્ષણો સારવાર છતાં જોવા મળે છે. રોગના આટલા બધા કેસ માટે તણાવ, ધૂમ્રપાન અને આલ્કોહોલને મુખ્ય કારણ માનવામાં આવે છે. ભારતમાં ઘણા સ્થળોએ આહારમાં ફાઈબર ઓછા હોય છે. અધિક મસાલેદાર અને માંસાહારી ભોજનને લીધે પણ પેટમાં સોજો આવે છે. જેની સારવાર ના કરવામાં આવે તો કેન્સર થઇ શકે છે.
લાઈફસ્ટાઈલ ચેન્જથી શક્ય છે પેટના કેન્સરની સારવાર
ડૉક્ટર્સનું કહેવું છે કે પેટના કેન્સર માટે પૂરતો ફોલોઅપ, પોસ્ટ ટ્રિટમેન્ટ અને સારસંભાળ જરૂરી છે. તેથી જ નિયમિત તપાસ માટે મેડિકલ ટીમના સંપર્કમાં રહેવું જોઈએ. શરૂઆતમાં દર 3 થી 6 મહિને આ ટીમને મળવાની સૂચના આપવામાં આવે છે. એ પછી દર વર્ષે મળવાની સલાહ આપવામાં આવે છે. આમ તો કેન્સર થયાની જાણ થાય એટલે દર્દીનું જીવન ટેન્શનભર્યુ થઇ જાય છે. આવામાં યોગ્ય ઉપચાર, જીવનશૈલીમાં પરિવર્તન અને ડૉક્ટર્સ, શુભચિંતકોની મદદથી પેશન્ટ સાજો થઇ શકે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WBG096
via Latest Gujarati News
0 Comments