84માં જે થયું એ થયું: શીખવિરોધી રમખાણો મામલે સેમ પિત્રોડાનો બફાટ

નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર

લોકસભાની ચૂંટણીના કેન્દ્રમાં ફરી વખત 1984ના રમખાણોનો મામલો આવી ગયો છે. આ મામલાને લઇને કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ આપેલું નિવેદન વિવાદાસ્પદ બની રહ્યું છે. ભાજપ સેમ પિત્રોડાના નિવેદનને જોરદાર રીતે ઉછાળ્યું છે.

સેમ પિત્રોડાએ કહ્યું હતું, ભાજપ તો સતત ખોટું બોલી રહ્યો છે. પહેલા અમારા પર ખોટું બોલ્યા હવે તમારા પર બોલ્યા. 1984નો મુદ્દો શું છે, તમે પાંચ વર્ષમાં શું કર્યું. 84માં જે થયું એ થયું, તમે શું કર્યું? સેમ પિત્રોડાના આ નિવેદનને લઇને ભાજપ દિલ્હી અને પંજાબમાં પ્રદર્શન કરી રહ્યો છે. દિલ્હીમાં આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે પરંતુ ભાજપ આ મુદ્દો પંજાબની ચૂંટણીમાં પણ જોરશોરથી ઉછાળવાની તૈયારી કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સેમ પિત્રોડાએ બાલાકોટ એર સ્ટ્રાઇક વિશે નિવેદન આપીને પણ વિવાદ ઊભો કર્યો હતો. એ વખતે તેમણે કહ્યું હતું કે એક હુમલાના કારણે પૂરા પાકિસ્તાનને જવાબદાર ન ઠરાવી શકાય. એ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે એર સ્ટ્રાઇકનો નિર્ણય યોગ્ય નહોતો. એ વખતે તો કોંગ્રેસે સેમ પિત્રોડાના નિવેદનથી છેટું જાળવ્યું હતું. હવે શીખવિરોધી રમખાણોને લઇને તેમણે જે બફાટ કર્યો છે એ મામલે કોંગ્રેસ કેવું વલણ ધારણ કરે છે એના પર સૌની નજર છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VaOhPS
via Latest Gujarati News

Post a Comment

0 Comments